આ રાજકારણીએ તેની ગર્લફ્રેન્ડને સંસદની ચર્ચા વચ્ચે પ્રપોઝ કર્યું

30 November, 2019 08:49 AM IST  |  Italy

આ રાજકારણીએ તેની ગર્લફ્રેન્ડને સંસદની ચર્ચા વચ્ચે પ્રપોઝ કર્યું

સાંસદે ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ

કહેવાય છે કે પ્રેમ ધર્મ, જાતિ કે સમય નથી જોતો, પણ પ્રેમ સ્થળ પણ નથી જોતો. ઇટલીના એક રાજકારણીએ તેની ગર્લફ્રેન્ડ સમક્ષ સંસદની ચર્ચાની વચ્ચે જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને સંસદની પબ્લિક ગૅલરીમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડે એનો સ્વીકાર પણ કર્યો.
વાત જાણે એમ છે કે ૩૩ લીગ પાર્ટીના સંસદસભ્ય આ વર્ષના ફ્લેવિયો ડી મુરો ધરતીકંપ પછી પુનર્નિર્માણના મુદ્દા પર સંસદમાં ચર્ચા કરી રહ્યા હતા. અચાનક જ સીટની નીચેથી વીંટી કાઢીને તેમણે પોતાની ગર્લફ્રેન્ડ એલિસા ડે લિઓને પ્રશ્ન કર્યો, ‘એલિસા વિલ યુ મૅરી મી?’ ડી મુરોની બાજુમાં બેઠેલા એક સંસદસભ્યએ તેમના પ્રશ્નને વિશેષ મહત્ત્વ ન આપ્યું, પણ અન્ય બે સંસદસભ્યોએ ડી મુરોના લગ્નના પ્રસ્તાવને હર્ષથી વધાવી લીધો. જોકે સ્પીકરે સંસદની ચર્ચા વચ્ચે લગ્નનો પ્રસ્તાવ મૂકવાના ડી મુરોના પગલાને ગંભીરતાથી લઈ તેમને ઠપકો આપ્યો હતો. પબ્લિક ગૅલરીમાંથી પ્રસ્તાવ સ્વીકારાતાં સંસદમાં તમામ લોકોએ ડી મુરોને વધામણી આપી હતી. આ યુગલ છેલ્લાં ૬ વર્ષથી એકમેકના પ્રેમમાં ગળાડૂબ છે અને નૉર્થ ઇટલીના વેન્ટિમિગ્લિયામાં સાથે રહે છે. ડી મુરોનું કહેવું છે કે એલિસા વ્યક્તિગત રીતે મારી ઘણી જ નજીક છે અને મારી રાજકીય કારકિર્દીમાં તે સતત મારા પડખે રહી હોવાથી મેં સંસદમાં તેની સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો.

hatke news offbeat news italy