વિશ્વનો સૌથી ઊંચો રેલવે-પુલઃ ભારતની વધુ એક ઊંચી સિદ્ધિ

07 April, 2021 09:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કતરાને બનીહાલ સાથે જોડતા અને કૌરી ગામને આવરી લેતા ૧૧૧ કિલોમીટર લાંબા આ બ્રિજ થકી ભારતે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે

તસવીર: પી.ટી.આઇ.

ભારત-પાકિસ્તાન વચ્ચે વહેતી ચિનાબ નદી પરના ભારતના ભાગમાંના વિશશ્વનો સૌથી ઊંચો રેલવે-પુલ તૈયાર થતાની સાથે જ ભારતે અનેરી સિદ્ધિ મેળવી છે. કતરાને બનીહાલ સાથે જોડતા અને કૌરી ગામને આવરી લેતા ૧૧૧ કિલોમીટર લાંબા આ બ્રિજ થકી ભારતે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. વળાંક લેતા ઊંચા ભાગના બે છેડાને સ્થાપિત કરવાનું કામ સૌથી કઠિન હોય છે અને એ પૂરું થઈ ગયું છે.

offbeat news national news india pakistan indian railways