આ ગામમાં લોકો પરિવારજનોને ઘરના આંગણામાં જ દફનાવે છે

21 June, 2019 08:39 AM IST  |  ઉત્તર પ્રદેશ

આ ગામમાં લોકો પરિવારજનોને ઘરના આંગણામાં જ દફનાવે છે

આ ગામમાં લોકો પરિવારજનોને ઘરના આંગણામાં જ દફનાવે છે

ઉત્તર પ્રદેશના આગરા પાસેના અછનેરા બ્લૉક પાસેના છ પોખરા ગામમાં લગભગ ૫૦ મુસ્લિમ પરિવારોનાં ઘર છે. આ તમામ ઘર કબ્રસ્તાનમાં ત‌બદિલ થઈ ચૂક્યાં છે. સમસ્યા એ છે કે ગામમાં કબ્રસ્તાન છે જ નહીં અને એને કારણે લોકો પોતાના પરિવારજનોના મૃતદેહ ઘરના વાડામાં દફનાવવા માટે મજબૂર છે. થોડાં વર્ષો પહેલાં ગામને કબ્રસ્તાન માટે જમીનનો થોડો ટુકડો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ એ જમીન તળાવની વચ્ચોવચ હતી.

લોકો આંગણા કે વાડામાં જ કબરની ઉપર ચણતર કરી લેતા આવ્યા છે. અલબત્ત, જેમના પરિવારમાં ચાર-પાંચ લોકોનાં મોત થયાં હોય તેમને માટે તો હવે વાડામાં પણ જગ્યા ખૂટી પડી છે. ઘરમાં જ્યાં જમવાનું બનાવવાનો ચૂલો પેટાવ્યો હોય એની બાજુમાં જ કબર હોય છે.

આ પણ વાંચો: કરોળિયો આખેઆખા ઉંદરને ગળી ગયો

ઘણાં ઘરોમાં મહેમાનોને બેસાડવા માટેના ઓટલા તરીકે કબરનો ઉપયોગ થવા લાગ્યો છે. પોતાના જ પરિવારજનોની કબર પર દરરોજ બેસવાનું અને ચાલવાનું મૃતકના અપમાન બરાબર છે એવું લોકો સમજે છે અને છતાં તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ ગામના પરિવારો ગરીબ અને ભૂમિહીન હોવાથી તેમને પરિવારજનોને દફનાવવાની સમસ્યા બહુ કનડે છે, પરંતુ પ્રશાસનને તેમની સમસ્યામાં કોઈ રસ નથી.

uttar pradesh offbeat news hatke news