વર્કઆઉટ પૅન્ટમાં એક ફુટનો મગર છુપાવીને જતી મહિલા પકડાઈ

08 May, 2019 10:01 AM IST  |  અમેરિકા

વર્કઆઉટ પૅન્ટમાં એક ફુટનો મગર છુપાવીને જતી મહિલા પકડાઈ

એક ફુટનો મગર છુપાવીને જતી મહિલા પકડાઈ

અમેરિકાના ફ્લૉરિડામાં સોમવારે વહેલી સવારે એક પિક-અપ ટ્રકને કેટલાક પોલીસ અધિકારીઓએ રોકી. એમાં બેઠેલું કપલ મૉર્નિંગ એક્સરસાઇઝ કરવાનાં કપડાંમાં હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વહેલી સવારે ટ્રકમાં ક્યાં જાઓ છો ત્યારે તેમણે પહેલાં તો ગલ્લાંતલ્લાં કરવાનું શરૂ કર્યું અને પછી યુગલે કહ્યું કે તેઓ સાપ અને દેડકાંની શોધ કરી રહ્યાં છે. તેમનો જવાબ સાંભળીને વધુ શંકા પેદા થતાં પોલીસે ટ્રકની તલાશી લીધી.

આ પણ વાંચો : રાહુલ ગાંધી પર બનતા જોક્સથી શરમાઈને તેના હમશકલે પોતાનો લુક બદલી નાખ્યો

ટ્રકમાં એક બૅકપૅક હતી જેમાં લગભગ ૪૧ દુર્લભ ટર્ટલ્સ હતા. જોકે હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસે યુગલને ટ્રકની બહાર કાઢ્યું ત્યારે ફીમેલ પૅસેન્જરના પૅન્ટમાંથી લગભગ એક ફુટ લાંબો મગર છુપાવેલો હતો એ બહાર નીકળી આવ્યો.

offbeat news hatke news florida