રાહુલ ગાંધી પર બનતા જોક્સથી શરમાઈને તેના હમશકલે પોતાનો લુક બદલી નાખ્યો

Published: May 08, 2019, 08:19 IST | સુરત

૨૦૧૪ની ચૂંટણી વખતે પંજાબથી સુરત સ્થાયી થયેલો પ્રશાંત સેઠી નામનો યુવક રાહુલ ગાંધીના હમશકલ તરીકે બહુ ચર્ચામાં હતો.

રાહુલ ગાંધીનો હમશકલ
રાહુલ ગાંધીનો હમશકલ

૨૦૧૪ની ચૂંટણી વખતે પંજાબથી સુરત સ્થાયી થયેલો પ્રશાંત સેઠી નામનો યુવક રાહુલ ગાંધીના હમશકલ તરીકે બહુ ચર્ચામાં હતો. શહેરમાં નૉનવેજ ફૂડની ઇટરી ચલાવતો પ્રશાંત એ વખતે ગર્વથી પોતાને રાહુલનો લુક-અલાઇક ગણાવતો હતો. તેની પત્ની ગુંજન પણ બહુ ખુશ હતી કે તેનો પતિ રાહુલ ગાંધી જેવો દેખાય છે. જોકે આ વખતે ચૂંટણી પહેલાંનો માહોલ બદલાઈ ચૂક્યો છે. પ્રશાંતે રાહુલ જેવા ન દેખાવા માટે પોતાના લુકમાં સભાનપણે પ્રયત્ન કર્યા છે. રાહુલ જેવી ઓળખ મિટાવવા માટે તેણે વજન વધાર્યું છે, હેરસ્ટાઇલ પણ બદલી નાખી છે અને તેણે દાઢી વધારવાનું પણ શરૂ કરી દીધું છે. હવે પ્રશાંત ખુલ્લેઆમ કહે છે કે ‘હવે તે ભારતીય જનતા પાર્ટીનો સમર્થક છે અને રાહુલને પસંદ નથી કરતો. આટલાં વર્ષોમાં રાહુલે કશું જ નોંધનીય કામ કર્યું નથી કે તેના જેવા દેખાવામાં ગર્વ અનુભવાય.’

આ પણ વાંચો : નવસારીમાં પાણી ભારવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ

છેલ્લા કેટલાક વખતથી રાહુલ ગાંધી પર જે જોક્સ ફરતા થયા છે એને કારણે પણ તે આ ઇમેજમાંથી બહાર આવવા ઇચ્છતો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK