પશ્ચિમ બંગાળના એક ગામમાં લગ્ન પહેલાં યુવતીએ મા બનવું પડે છે!

28 January, 2020 07:21 AM IST  |  West Bengal

પશ્ચિમ બંગાળના એક ગામમાં લગ્ન પહેલાં યુવતીએ મા બનવું પડે છે!

પ્રતીકાત્મક તસવીર

દરેક દેશ-ધર્મમાં લગ્નની અલગ પંરપરા હોય છે, પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે લગ્ન પહેલાં યુવતીએ મા બનવું પડે છે. જી હા, આ વાત બિલકુલ સાચી છે. આ પરંપરા વિદેશમાં નહીં, પરંતુ આપણા દેશમાં છે.

આ પરંપરા પશ્ચિમ બંગાળમાં આવેલા જલપાઇગુડી જિલ્લામાં આવેલા ટોટોપડા કસ્બામાં છે. જ્યાં લગ્ન પહેલાં યુવતીએ મા બનવું પડે છે. આ વિસ્તારમાં ટોટો નામની એક આદિવાસી વસ્તી ઘણા સમયથી રહે છે. આ આદિવાસી સમુદાયના કાયદા બીજા કરતાં ઘણા અલગ છે. આ આદિવાસી સમૂહમાં યુવક પહેલાં પોતાને ગમતી યુવતીને ભગાડીને લઈ જાય અને તેની સાથે સહવાસ કરે છે. ત્યાર બાદ જ્યારે યુવતી ગર્ભ ધારણ કરે ત્યારે તેને લગ્ન માટે યોગ્ય માનવામાં આવે છે.

આ પણ વાંચો : સફાઈ-કર્મચારી મોરોક્કોના રાજાની 36 ઘડિયાળો પર હાથ સાફ કરી ગઈ

યુવતી ગર્ભ ધારણ કરતાં તેના પરિવારના લોકો તેને લગ્નના બંધનમાં બાંધી દે છે. આ સમાજમાં ફક્ત લગ્નનો જ નહીં, પરંતુ તલાકનો પણ આવો વિચિત્ર નિયમ છે. જો ઉપરોક્ત રીતિથી લગ્ન કર્યાં બાદ જો કોઈ યુવતી કે યુવક તલાક આપવા માગે છે તો તેણે એક ખાસ પૂજા કરાવવી પડે છે જેમાં ખૂબ ખર્ચ આવે છે. આ ખર્ચના કારણે આ સમાજમાં તલાક લેવાના બનાવ જોવા મળતા નથી.

west bengal offbeat news hatke news