જો તમારી પ્રાઇવસીની ચિંતા ન હોય તો જપાનમાં સસ્તામાં મળશે રૂમ

16 November, 2019 08:57 AM IST  |  Japan

જો તમારી પ્રાઇવસીની ચિંતા ન હોય તો જપાનમાં સસ્તામાં મળશે રૂમ

અહીં મળશે સસ્તો રૂમ

જપાન જેવા મોંઘા શહેરમાં હોટેલનો રૂમ એક રાત માટે માત્ર ૭૧ રૂપિયામાં જ પડે એ ખરેખર જ લલચામણું કહેવાય. જોકે જ્યારે કોઈક ચીજ ખૂબ સસ્તી મળતી હોય ત્યારે એમાં એક કૅચ પણ હોય. જપાનના ફુકુઓકા શહેરના બિઝનેસ વિસ્તારથી જસ્ટ પંદર મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર આ હોટેલ છે જેની આજુબાજુમાં જ શહેરનો મસ્ત શૉપિંગ અને એન્ટરટેઇનમેન્ટ એરિયા આવેલો છે. આ હોટેલમાં જો તમે એક રાત રોકાવા માગતા હો તો તમને માત્ર ૧૩૦ યેન એટલે કે લગભગ ૭૧ રૂપિયામાં મળી શકે છે. જોકે આ લોભામણી ઑફર પાછળ એક શરત છે. જો તમે હોટલમાં રહો એ આખો સમય યુટ્યુબ પર લાઇવ-સ્ટ્રીમ થાય એ માટે તૈયાર હો તો જ આટલું સસ્તું ભાડું તમને મળે. આ ડીલ વીક દરમ્યાન પણ અને વીકએન્ડ દરમ્યાન પણ અવેલેબલ છે. આ ડીલનો ઍડવાન્ટેજ કોઈ પણ લઈ શકે છે. આ ઑફરનો લાભ યુટ્યુબરો અને વ્લોગરો ધૂમ ઉઠાવી રહ્યા છે એટલું જ નહીં, આમ આદમીઓ પણ સસ્તું અકોમોડેશન મેળવવા માટે યુટ્યુબ પર લાઇવ-સ્ટ્રીમ થવા તૈયાર થઈ જાય છે.

આ પણ જુઓઃ Rahul Patel: હીરા કારીગરના ઘરે જન્મેલો આ ગુજરાતી આજે છે શબ્દોનો કારીગર

આ રૂમમાં એક જ કૅમેરા છે, પરંતુ એવી જગ્યાએ છે કે જ્યાંથી રૂમનો એકેએક ખૂણો કવર થઈ જાય. હા, એમાં માઇક્રોફોન નથી હોતો એટલે તમે કશુંક બોલો કે મ્યુઝિક-ટીવી માણો તો એનો અવાજ ચૅનલ પર નથી આવતો.

offbeat news hatke news japan