16 વર્ષ પહેલાં ચોરાયેલી બૅગ પોલીસને મળી, હવે એના માલિકની શોધ ચાલે છે

10 August, 2020 07:05 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

16 વર્ષ પહેલાં ચોરાયેલી બૅગ પોલીસને મળી, હવે એના માલિકની શોધ ચાલે છે

16 વર્ષ પહેલાં ચોરાયેલી બૅગ પોલીસને મળી

ઑસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સના મોરી પોલીસ-સ્ટેશનને તાજેતરમાં એક હૅન્ડ-બૅગ સોંપવામાં આવી છે. પોલીસને  હૅન્ડ-બૅગનો દેખાવ જબરો મેલોઘેલો હતો. વધુ તપાસ કરતાં એ ૧૬ વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૪માં ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ન્યુ સાઉથ વેલ્સના ગ્રામીણ ક્ષેત્રના મોરી વિસ્તારના એક ફૅશન બુટિકના કાર-પાર્કમાં બાંધકામ કરતા કેટલાક મજૂરોને એ બૅગ મળી હતી. ૨૦૦૪ના જુલાઈ મહિનામાં હર્બર ઍન્ડ ઑબર્ન સ્ટ્રીટના ક્રૉસ રોડ પર માલિકની કારની પાછળની સીટ પરથી એ હૅન્ડ-બૅગ ચોરાઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે હૅન્ડ-બૅગને ઝાઝું નુકસાન થયું નહોતું અને અંદરની મોટા ભાગની વસ્તુઓ પણ હેમખેમ હતી. પોલીસ હવે હૅન્ડ-બૅગના માલિકને શોધી રહી છે. 

australia offbeat news hatke news