બગીચામાંથી નીકળ્યો બીજા વિશ્વયુદ્ધનો બૉટલ-બૉમ્બ

04 May, 2021 11:44 AM IST  |  Hampshire | Gujarati Mid-day Correspondent

હૅમ્પશરના બ્રેમડિનના રહેવાસી જેમ્સ ઓસબોર્ને તાજેતરમાં કાદવમાં દટાયેલી બૉટલ જેવી ચીજ જોતાં એને ખોદીને બહાર કાઢી, પરંતુ એ બૉટલ ખુલ્લી હોવાથી તેમણે સૂંઘી જોતાં એ દૂધની બૉટલ ન હોવાનું જણાયું હતું.

બૉટલ-બૉમ્બ

હૅમ્પશરના બ્રેમડિનના રહેવાસી જેમ્સ ઓસબોર્ને તાજેતરમાં કાદવમાં દટાયેલી બૉટલ જેવી ચીજ જોતાં એને ખોદીને બહાર કાઢી, પરંતુ એ બૉટલ ખુલ્લી હોવાથી તેમણે સૂંઘી જોતાં એ દૂધની બૉટલ ન હોવાનું જણાયું હતું. 

વાસ્તવમાં દૂધ જેવા લાગતા પ્રવાહીથી ભરેલી બૉટલમાં ઉપર સફેદ અને નીચે પીળાશ પડતા રંગનું પ્રવાહી હોવાથી મૂંઝવણ થઈ હતી. છેવટે ઓસબોર્ને લગભગ ૬ એકર જમીનમાંથી મેકશિફ્ટ બૉમ્બની બે ક્રૅટ ખોદી કાઢી હતી. 

ઓસબોર્ને શહેરના અધિકારીઓનો સંપર્ક કરતાં બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડે આ દૂધ જેવા લાગતા પ્રવાહીની બૉટલમાં જીવંત બૉમ્બ હોવાનું જાહેર કર્યું હતું. 

મળેલા અહેવાલ મુજબ આ બૉમ્બ ૧૯૪૦ના અરસામાં ગામમાં નાઝીઓના સંભવિત હુમલાને રોકવા માટે જમીનમાં છુપાવાયા હતા.

offbeat news hatke news