ગુજરાતમાં બૅન્કરો ચેકને ડિસઇન્ફેક્ટ કરવા સ્ટીમ આયર્નનો ઉપયોગ કરે છે!

07 April, 2020 06:57 AM IST  |  gujarat | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં બૅન્કરો ચેકને ડિસઇન્ફેક્ટ કરવા સ્ટીમ આયર્નનો ઉપયોગ કરે છે!

એક વ્યક્તિ ચેક પર ઇસ્ત્રી ફેરવીને તેને ડિસઇન્ફેક્ટ કરે છે

રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં કેટલીક આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવી છે જેમાં બૅન્કો પણ સામેલ છે. ઘરની બહાર નીકળનારા તમામ લોકો પોતાના જીવની સેફ્ટી માટે પૂરતી કાળજી લઈ રહ્યા છે. જોકે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર એક વિડિયો ક્લિપ શૅર કરી છે, જેમાં ગુજરાતની બૅન્ક ઑફ બરોડાની શાખાની બ્રાન્ચનો કૅશિયર બૅન્કમાં ડિપોઝિટ કરાયેલા ચેકને ડિસઇન્ફેક્ટ કરવા સ્ટીમ આયર્નનો ઉપયોગ કરી રહ્યો છે.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી આ ક્લિપમાં બતાવાયું છે કે એક વ્યક્તિ કૅશિયરને ચેક આપે છે જે કૅશિયર ચીપિયાની મદદથી લઈને ચેકને પોતાના ટેબલ પર મૂકીને એના પર ઇસ્ત્રી ફેરવીને તેને ડિસઇન્ફેક્ટ કરે છે. વિડિયો ક્લિપ સાથે કૅપ્શનમાં આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે કૅશિયરની આ ટેક્નિક અસરકારક છે કે નહીં એ ખબર નથી પણ તેની રચનાત્મકતા માટે તેને ૧૦૦ માર્ક આપવા જોઈએ. ૨૭ સેકન્ડના આ વિડિયોને લાખો લાઇક્સ મળ્યા છે.

gujarat offbeat news hatke news