ફ્રેન્ચ સર્ફર જસ્ટિન ડુપોન્ટે ૭૦ ફુટના વિરાટકાય મોજા પર સવારી કરી

17 November, 2019 08:40 AM IST  |  Mumbai

ફ્રેન્ચ સર્ફર જસ્ટિન ડુપોન્ટે ૭૦ ફુટના વિરાટકાય મોજા પર સવારી કરી

આ મહિલાએ બનાવ્યો વિક્રમ

ફ્રેન્ચ સર્ફર જસ્ટિન ડુપોન્ટે પોર્ટુગલના નઝારે બીચ નજીકના દરિયામાં ૭૦ ફુટ ઊંચાં મોજાં પર સવારી કરીને અગાઉનો ૬૮ ફુટનો વિક્રમ તોડ્યો હોવાનું મનાય છે. અત્યાર સુધી બ્રાઝિલિયન સર્ફર મહિલા માયા ગૅબ્રિયેલાનો ૬૮ ફુટ ઊંચા મોજા પર સવારી કરવાનો સી સર્ફિંગનો વિક્રમ હતો. જોકે વિક્રમ તોડ્યાના દાવાની સત્તાવાર ચકાસણી હજી બાકી છે. જસ્ટિન ડુપોન્ટનો આ નવો વિક્રમ હોવાનું જાણકારો માને છે. આ ઘટના સી સર્ફિંગનો વિશ્વવિક્રમ છે કે નહીં એ વર્લ્ડ સર્ફ લીગના નિષ્ણાતો નક્કી કરશે.

hatke news offbeat news