સમુદ્રતટ પર તણાઈ આવી ફુટબૉલ-ફિશ

13 May, 2021 10:34 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

સામાન્યપણે ઊંડા સમુદ્રમાં જોવા મળતી અસાધારણ મનાતી પૅસિફિક ફુટબૉલ-ફિશ કૅલિફૉર્નિયાના સમુદ્રતટ પર તણાઈ આવેલી જોવા મળી હતી.

ફુટબૉલ-ફિશ

સામાન્યપણે ઊંડા સમુદ્રમાં જોવા મળતી અસાધારણ મનાતી પૅસિફિક ફુટબૉલ-ફિશ કૅલિફૉર્નિયાના સમુદ્રતટ પર તણાઈ આવેલી જોવા મળી હતી. કાળા રંગની તીક્ષ્ણ દાંતવાળી અને ફુટબૉલ જેવું શરીરનું કદ ધરાવતી આ માછલી ગયા શુક્રવારે મોલગુના બીચ પર ક્રિસ્ટલ કોવ સ્ટેટ પાર્ક મરીની પ્રોટેક્ટેડ વિસ્તારના દરિયાકાંઠે જોવા મળી હતી, જેના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા છે. 

વાસ્તવમાં આ ઍન્ગલર માછલી જોવી અશક્ય છે અને કઈ રીતે કાંઠા પર તણાઈ આવી એ એક રહસ્ય જ છે. વિશ્વમાં ઍન્ગલર માછલીની લગભગ ૨૦૦ પ્રજાતિઓ છે. એના દાંત કાંચના ટુકડા જેવા પારદર્શક અને તીક્ષ્ણ હોય છે. તેમ જ એમનું મોં એના જ કદના કોઈ પણ જીવને આખેઆખો ગળી જવા સક્ષમ હોય છે.

માદા ઍન્ગલર ફુટબૉલ-ફિશના માથા પર લાંબી દાંડી જેવો જે હિસ્સો હોય છે એ રાતના સમયે ૩૦૦૦ ફૂટ ઊંડે સુધી સમુદ્રમાં શિકારને લલચાવવા માટે ઉપયોગી હોય છે. આ પ્રજાતિની માદા માછલીઓ ૨૪ ઇંચ જેટલી લંબાઈ ધરાવે છે જ્યારે કે નર માછલી માત્ર એક ઇંચ જેટલી જ વધે છે. 

offbeat news hatke news california