આ બાળકીના ચહેરા પર જન્મથી જ બૅટમૅનના માસ્ક જેવું લાખું છે

02 December, 2019 09:56 AM IST  |  Florida

આ બાળકીના ચહેરા પર જન્મથી જ બૅટમૅનના માસ્ક જેવું લાખું છે

બાળકીના ચહેરા પર છે લાખું

અમેરિકાના ફ્લૉરિડામાં રહેતી કૅરોલ ફેનર નામની મહિલાની લુના નામની દીકરી આમ બીજી બધી રીતે સ્વસ્થ છે, પરંતુ તેના ચહેરા પર એવું મસમોટું લાખું છે કે એનો આખો ચહેરો એમાં ઢંકાઈ જાય છે. જન્મજાત મેલાનોસાઇટિક નેવસ નામનો ત્વચાનો રોગ ધરાવતી લુનાના ચહેરા પરનું લાખું બૅટમૅનના માસ્ક જેવું છે. આમ તો તેના પેરન્ટ્સ દીકરીના ચહેરા પર જેવો બ્લૅક માસ્ક છે એવો માસ્ક પહેરીને તેને નૉર્મલ ફીલ કરાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ જો મેડિકલી આ સ્કિન-કન્ડિશનનો કોઈ ઈલાજ થાય તો એ માટે પણ ડેસ્પરેટ છે.
કૅરોલ ફેનરે વિશ્વના લગભગ અડધા કરતાં વધુ દેશોની મુલાકાત કર્યા બાદ રશિયાના ડૉક્ટર પાવેલ પોપોવ પાસે ઇલાજ કરાવ્યો હતો. આ સારવાર પછી લુનાના કપાળ પરનો કાળો ડાઘ આંશિક રીતે દૂર થયો હતો.

આ પણ જુઓઃ આ છે તમારા ફેવરિટ બૉલી સ્ટાર્સના નિક નેમ, જે ભાગ્યે જ સાંભળ્યા હશે

અમેરિકાથી રશિયા ઇલાજ કરાવવા આવવા બદલ કૅરોલ ફેનરની ઘણી હાંસી પણ ઊડી હતી, પરંતુ દીકરી માટે તે મક્કમ હતી. રશિયામાં સારવાર શરૂ કર્યા પછી દીકરીના ચહેરા પરનો ડાઘ દૂર થવા લાગતાં હવે કૅરોલ ફેનરમાં આત્મવિશ્વાસ વધ્યો છે. જોકે અમેરિકામાં કરાવેલી સર્જરી પછી તેના લુનાના ચહેરા પર ઘણા ડાઘ રહી ગયા હતા. રશિયાના ડૉક્ટરનું કહેવું છે કે ડાઘ દૂર કરવામાં સહેજેય એકાદ વર્ષનો સમયગાળો નીકળી જશે. હાલમાં કૅરોલ ફેનર ક્રિસમસ મનાવવા અમેરિકા જઈ રહી છે અને જાન્યુઆરીમાં ફરીથી લુનાની સર્જરી શરૂ કરવામાં આવશે. દીકરીની સારવાર માટે પૈસા એકત્ર કરવા માટે તેણે ઑનલાઇન ટહેલ નાખી છે.

florida offbeat news hatke news