તીડનાં ટોળાં ભગાડવાનો નવો જુગાડ, તમે પણ કરો ટ્રાય

03 June, 2020 07:48 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

તીડનાં ટોળાં ભગાડવાનો નવો જુગાડ, તમે પણ કરો ટ્રાય

તીડનાં ટોળાં ભગાડવાનો નવો જુગાડ

ઉત્તર પ્રદેશમાં તીડનાં ટોળાંને દૂર રાખવા માટે ખેડૂતો અવનવા પ્રયોગ કરે છે. સામાન્ય રીતે અવાજથી તીડ ભાગતાં હોવાની ધારણા સાથે લોકો ક્યાંક ઢોલ-નગારાં તો ક્યાંક થાળીઓ વગાડે છે. ઘણા લોકો મોબાઇલ ડિસ્ક જૉકી (ડીજે)ને બોલાવીને ઘોંઘાટિયું મ્યુઝિક વગાડે છે. એ રાજ્યના ઝાંસી જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ રાહુલ શ્રીવાસ્તવે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર અને ટિકટૉક પર વિડિયો દ્વારા લોકોના તીડની મુસીબતથી છુટકારો મેળવવાના પ્રયાસ બતાવ્યા છે. લોકસ્ટ ઇઝ મધર ઑફ ઑલ ઇન્વેન્શન્સ (તમામ સંશોધનના મૂળમાં તીડ છે) એવી કૅપ્શન સાથેના ટિકટૉક વિડિયોમાં તીડ ભગાડવાના નુસખા બતાવાયા છે. એક ગામમાં ઊંચા થાંભલાની ઉપર એક ઍરપ્લેન બનાવાયું છે. એ ઍરપ્લેન જૂના પંખાની બ્લૅડ્સ, પ્લાસ્ટિકની બૉટલ્સ, કાર્ડબોર્ડની પૂંછડી અને બીજી વસ્તુઓ વડે બનાવાયું છે. હવાના પ્રવાહમાં એ પંખો કે ઍરપ્લેન ફરે ત્યારે જોરદાર અવાજ કરે એ રીતે બનાવવામાં આવ્યું છે, જેથી તીડનાં ટોળાં ત્યાંથી ભાગી જાય.

uttar pradesh offbeat news hatke news national news