અમેરિકામાં મેડિકલ સેન્ટરના થેરપી ડૉગને અપાઈ ફેરવેલ પાર્ટી

09 May, 2021 11:05 AM IST  |  USA | Gujarati Mid-day Correspondent

અમેરિકાના એક મેડિકલ સેન્ટરના થેરપી ડૉગને તાજેતરમાં અપાયેલી ફેરવેલ પાર્ટી સોશ્યલ મીડિયામાં આકર્ષણ બની હતી.

ફેરવેલ પાર્ટી

અમેરિકાના એક મેડિકલ સેન્ટરના થેરપી ડૉગને તાજેતરમાં અપાયેલી ફેરવેલ પાર્ટી સોશ્યલ મીડિયામાં આકર્ષણ બની હતી. ડૉક્ટર્સ મેડિકલ સેન્ટરે એના ફેસબુક પેજ પર ફેરવેલ પાર્ટીના ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા હતા. હૉસ્પિટલ વૉલન્ટિયર ગૅરી એઝવેડો સાથે ૧૨ વર્ષની માદા શ્વાન ટેસીની તસવીરો લોકપ્રિય બની છે. લાલ રંગનો સ્કાર્ફ ઓઢાડેલી ટેસીની બન્ને બાજુ હૉસ્પિટલના મેડિકલ સ્ટાફે કોઈ પણ ઑફિસના કર્મચારીની ફેરવેલ પાર્ટીની માફક પોઝ આપ્યા હતા. ટેસીની નિવૃત્તિને પગલે હૉસ્પિટલના થેરપી ડૉગની વૅકન્સી પર બ્રિયા નામના ટ્રેઇન્ડ થેરપી ડૉગની નિયુક્તિ કરવામાં આવી છે.

offbeat news hatke news united states of america