આ ડૉગીભાઈના ચહેરા પરથી વધારાની કરચલી કાઢી તો 1 કિલો સ્કિન નીકળી

02 August, 2020 08:00 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

આ ડૉગીભાઈના ચહેરા પરથી વધારાની કરચલી કાઢી તો 1 કિલો સ્કિન નીકળી

ડૉગીના ચહેરા પરથી 1 કિલો કરચલી નીકળી

ઇંગ્લૅન્ડના સ્વિન્ડન શહેરમાં એક પાળેલો ડૉગી ચહેરા પર કરચલીઓને કારણે ખૂબ આકર્ષક લાગતો હતો. નિયો નામે ઓળખાતા મૅસ્ટિફ પ્રજાતિના આ ડૉગીના શરીર અને ચહેરા પર કરચલીઓ રૂપે વધારાની ચામડીનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. એક્સ્ટ્રા ચામડી એની આંખોની આડે આવતી હોવાથી જોવામાં તકલીફ પડતી હતી. એને કારણે એના માલિકે આ ચામડી કઢાવવાની સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું.

સર્જરી દ્વારા એક કિલો ચામડી ઉતાર્યા પછી નિયોભાઈ હવે આંખો ખોલીને જોઈ શકે છે. સ્વિન્ડન શહેરની ઇસ્ટકોટ વેટરનરી રેફરલ સેન્ટરમાં ડૉગીની સર્જરી કરાવવામાં આવી હતી. એ ડૉગીને પાળનારા માર્ક હચિન્સનું કહેવું છે કે ‘શ્વાનની ફેસલિફ્ટિંગ સર્જરી કરાવી છે એવું સાંભળીને ભલભલા લોકોનાં મોઢાં પર હાસ્ય રેલાઈ જાય. જોકે અમારા પરિવાર માટે એ દિવસો દુઃખભર્યા હતા. હવે અમારો નિયો વ્યવસ્થિત જોઈ શકે છે.’ 

england sweden offbeat news hatke news