સેલ્ફ-આઇસોલેશનમાં દાદા કે દાદી દત્તક લેવાં છે

28 March, 2020 08:01 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

સેલ્ફ-આઇસોલેશનમાં દાદા કે દાદી દત્તક લેવાં છે

કૅર ટેકર

ઇંગ્લૅન્ડની સરે કાઉન્ટીના સીએચડી કૅર હોમ નામના વૃદ્ધાશ્રમે કોરોના વાઇરસના સેલ્ફ-આઇસોલેશનના દિવસોમાં ફાજલ સમય દરમ્યાન લોકોને ઠીક લાગે એ પ્રમાણે દાદા કે દાદીને દત્તક લઈને સાચવવાનો અનુરોધ સ્થાનિક નાગરિકોને કર્યો છે. કોરોના રોગચાળાને કારણે એકલતાની સમસ્યાના ઉકેલ માટે અડૉપ્ટ અ ગ્રૅન્ડ પેરન્ટ સ્કીમ જાહેર કરી છે. સીએચડી કૅર હોમ તરફથી આ યોજના ગયા વર્ષે જાહેર કરવામાં આવી હતી, પરંતુ હાલમાં ૭૦ વર્ષથી વધારે ઉંમરના લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેલ્ફ-આઇસોલેશનના નિયમો પાળવાને સમર્થ નહીં હોવાને કારણે તેમને સહારો આપવા અડૉપ્ટ અ ગ્રૅન્ડ પેરન્ટની ફરી જાહેરાત કરી હતી.

સીએચડી લિવિંગ (કૅર હોમ)નાં હેડ ઑફ કમ્યુનિકેશન્સ ઍન્ડ કમિશનિંગ શલીઝા હાશમે જણાવ્યું હતું કે ગ્રૅન્ડ પેરન્ટ્સને અડૉપ્ટ કરવાના ઇચ્છુકોને તેમની જોડે મેળ જામે એવી દાદા કે દાદીની જોડી બનાવી આપવામાં આવે છે અને એ દાદા કે દાદી સંબંધિત વ્યક્તિના ઘરે પહોંચ્યા પછી કૅર હોમના વૉલન્ટિયર્સ વિડિયો કૉલ કરીને તેમના ખબરઅંતર પૂછતા રહેશે. સીએચડી કૅર હોમના અધિકારીઓએ અડૉપ્ટ અ ગ્રૅન્ડ પેરન્ટ કૅમ્પેન ડિજિટાઇઝ કર્યું છે.

england offbeat news hatke news international news