બૉટનિકલ બર્ડ આર્ટ

15 September, 2020 07:16 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

બૉટનિકલ બર્ડ આર્ટ

બૉટનિકલ બર્ડ આર્ટ

ઇંગ્લૅન્ડના નૉટિંગહૅમમાં ભણતી હૅના બુલેન-રાયનર નામની યુવતી આમ તો ટ્રેઇન્ડ પેઇન્ટર અને ફૉટોગ્રાફર છે, પરંતુ તેની કળા કુદરતની સંગાથમાં સોળે કળાએ ખીલી ઊઠે છે. હૅના બૉટનિકલ બર્ડ આર્ટમાં નિપુણ છે. મતલબ કે વનસ્પતિઓના વેસ્ટેજમાંથી તે એવાં પંખીઓની રચના કરે છે જે જોઈને જ બોલી ઉઠાય, વાહ! આ એક પ્રકારની મૉડર્ન આર્ટ છે જેમાં ડાળી, પાંદડા, સૂકી કળીઓ, ફૂલ, થડની છાલ જેવી નૅચરલ ચીજોની એવી ગોઠવણી કરવામાં આવે છે.

હૅના જે ડિઝાઇન બનાવે છે એને તે કોઈ કાયમી સ્વરૂપ નથી આપતી. જ્યાં જગ્યા મળે, જ્યાં જે વનસ્પતિજન્ય ચીજો મળે એનો ઉપયોગ કરીને એમાંથી જાતજાતના રંગબેરંગી પંખીઓ બનાવે છે અને એની તસવીરોનો સંગ્રહ તે પોતાની પાસે રાખે છે. ડાંગરની સૂકી ડાળખીઓમાંથી પણ તે પંખીનું મજાનું પીંછું પણ રચી દે છે. જ્યારે પણ તે રસ્તામાં ચાલવા નીકળે ત્યારે રસ્તામાં મળતી રંગબેરંગી કળીઓ, ડાળીઓ, પાંદડા અને સૂકા બીજને એકઠા કરવાનો તેને શોખ છે અને નવરાશના સમયે તે આ આર્ટનું નિર્માણ કરે છે.

england offbeat news hatke news international news