મનોરંજન માટે ટપાલીઓ બહુરૂપી બન્યા

02 April, 2020 08:24 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

મનોરંજન માટે ટપાલીઓ બહુરૂપી બન્યા

ટપાલીઓ બહુરૂપીના વેશમાં ફરે

ઇંગ્લૅન્ડમાં ન્યુ કૅસલ પાસેના બોલ્ડન ગામમાં ફરતો જૉન મેટસન નામનો સરકારી ટપાલ સેવા રૉયલ મેલનો ટપાલી કેટલાક અઠવાડિયાંથી ડ્યુટી દરમ્યાન બહુરૂપીના વેશમાં ફરે છે. કોરોના વાઇરસના રોગચાળાને કારણે લૉકડાઉનના ગાળામાં હતાશા, નિરાશા કે શુષ્કતા અનુભવતા લોકો પાસે જાય ત્યારે ફૅન્સી ડ્રેસ પહેરીને જતો ટપાલી જૉન મેટસન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઈસ્ટ બોલ્ડન અને વેસ્ટ બોલ્ડન સહિત ત્રણ ગામડાંમાં ફરતો આ ૩૯ વર્ષનો ટપાલી ક્યારેક ગ્રીક સૉલ્જરના વેશમાં તો ક્યારેક નર્સરી રાઇમમાં આવતા લિટલ બો પીપના પાત્રમાં જોવા મળે છે. જૉન મેટસનનું કહેવું છે કે ‘એકાંત, હતાશા, નિરાશા અને શુષ્કતાના સમયમાં હું લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે અવનવા ફૅન્સી ડ્રેસમાં ફરું છું.’

england offbeat news hatke news