જાડિયું હોવાથી ઊડી ન શકતું ઘુવડ જોવા મળ્યું ઇંગ્લૅન્ડમાં

31 January, 2020 12:08 PM IST  |  England

જાડિયું હોવાથી ઊડી ન શકતું ઘુવડ જોવા મળ્યું ઇંગ્લૅન્ડમાં

ઘુવડ

ઇંગ્લૅન્ડના સફોલ્ક અભયારણ્યમાં એક ઘુવડ ઊડી શકતું નહોતું એથી સ્થાનિક કાર્યકરો સમજ્યા કે એ ભીંજાયેલું હોવાને કારણે કે ઈજાગ્રસ્ત હોવાને કારણે ઊડી શકતું નહીં હોય. પરંતુ હકીકતમાં એ ઘુવડનું વજન વધારે હતું અને એ સ્થૂળતાને કારણે ઊડી શકતું નહોતું. કોઈ પણ સારું આરોગ્ય ધરાવતા માદા ઘુવડનું જે વજન હોવું જોઈએ એના કરતાં ઘણું વધારે વજન એ માદા ઘુવડનું હતું. એ માદા ઘુવડ જે જગ્યાએ બેઠું હતું એ ભાગમાં નાના અને મોટા કદના ઉંદર પણ ફરતા હતા. એ ઘુવડને પકડીને બે અઠવાડિયાં ડૉક્ટરોની નિગરાનીમાં રાખ્યા પછી વજન હળવું થતાં ફરી મુક્ત કરવામાં આવ્યું હતું.

england offbeat news hatke news