ઇંગ્લૅન્ડથી હવામાં ઊડેલા સમોસા છેક ફ્રાન્સમાં જઈ પડ્યા

13 January, 2021 05:31 AM IST  |  England

ઇંગ્લૅન્ડથી હવામાં ઊડેલા સમોસા છેક ફ્રાન્સમાં જઈ પડ્યા

હવામાં ઉડ્યા સમોસા

ઇંગ્લૅન્ડના બાથ શહેરની ઇન્ડિયન રેસ્ટોરાંના માલિક નીરજ ગઢેર તેમની અને કરોડો ઇન્ડિયન્સની પ્રિય વાનગી સમોસાને અવકાશયાત્રા કરાવવા ઇચ્છતા હતા. તેઓ સમોસાને અવકાશયાત્રા નહીં તો આકાશયાત્રા તો કરાવીને જ જંપ્યા. તેમણે હીલિયમ બલૂન્સ દ્વારા સમોસાને આકાશનો પ્રવાસ કરાવવાનું  નક્કી કર્યું. જોકે એમાં પણ ત્રણ ટ્રાયલ્સ પછી સફળતા મળી.

પ્રથમ પ્રયાસમાં હીલિયમ બલૂન્સ હાથમાંથી છટકી ગયાં, બીજા પ્રયાસ વેળા બલૂન્સ માટે હીલિયમનો જથ્થો ઓછો પડ્યો. ત્રીજી વખત બલૂન્સ સમોસાં સહિત ઊડ્યાં. એ બલૂન્સે ઊડતાં-ઊડતાં ફ્રાન્સમાં ક્રૅશ-લૅન્ડિંગ કર્યું. બલૂન્સની સાથે બાંધેલી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) અને ગો-પ્રો કૅમેરા જેવાં સાધનોને કારણે બલૂન્સ ફ્રાન્સમાં ઊતર્યાં હોવાનું જાણવા મળ્યું હતું. છેવટે સફળ થયેલા ‘સમોસા ઇન સ્પેસ’ મિશનનો વિડિયો નીરજ ગઢેરે યુટ્યુબ પર શૅર કર્યો હતો.

england france offbeat news hatke news