રોલ્સ-રૉય્સને 40 લાખ હીરાથી મઢવામાં આવે પછી તો પૂછવું જ શું?

10 June, 2019 09:12 AM IST  |  ઇંગ્લૅન્ડ

રોલ્સ-રૉય્સને 40 લાખ હીરાથી મઢવામાં આવે પછી તો પૂછવું જ શું?

રોલ્સ-રૉય્સ

ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટર શહેરમાં ઈદ-અલ-ફિત્રની ઊજવણી દરમ્યાન એક અનોખી કાર લૉન્ચ થઈ. આ કાર હતી રાજવી ઠાઠ ધરાવતી રોલ્સ-રૉય્સ. કરોડોમાં એક એવી રોલ્સ-રૉય્સ કારને ૪૦ લાખ ક્રિસ્ટલ્સથી નખશિખ સજાવવામાં આવી હતી. એમાં લગભગ ૨૨૦૦ જેટલા સ્વરોવ્સ્કી હીરા પણ છે. ચમકતી રાતમાં જ્યારે આ કાર રસ્તા પર ઊતરે છે ત્યારે એના ઝગમગાટથી સૌકોઈની આંખો અંજાઈ જાય છે.

આ પણ વાંચો : આ પ્રાઇવેટ ટાપુ વેચાવાનો છે 574 કરોડ રૂપિયામાં

એક તો કરોડોની કિંમત ધરાવતી ગાડી અને એમાં પાછા ઉપરથી ચોંટાડેલા બીજા હીરા. એને કારણે આ કારની સુરક્ષા માટે મોટી ફોજ રાખવી પડે છે. આ કાર જો તમારે ભાડેથી લેવી હોય તો એક કલાકના ૩૦,૦૦૦ રૂપિયા થાય.

england manchester offbeat news hatke news