જે કામ માટે શાળાથી ઠપકો મળ્યો એમાંથી ૯ વર્ષના છોકરાનો બિઝનેસ શરૂ થયો

11 November, 2019 10:11 AM IST  |  England

જે કામ માટે શાળાથી ઠપકો મળ્યો એમાંથી ૯ વર્ષના છોકરાનો બિઝનેસ શરૂ થયો

જો વ્હેલ

ઈંગ્લૅન્ડમાં રહેતો ૯ વર્ષનો જો વ્હેલ તેની અદ્ભુત પ્રતિભાના પ્રતાપે બિઝનેસ કરવા લાગ્યો છે. તેની પ્રતિભા એટલે ડૂડલ દોરવાનો તેનો શોખ. તે નવરો પડે એટલે જ્યાં જગ્યા મળે ત્યાં ડૂડલ દોરવા લાગે. સ્કૂલની દીવાલો પર પણ તે આવાં ચિતરામણ કરતો રહેતો એને કારણે તેને બહુ ઠપકો મળતો. દીકરાનો પેઇન્ટિંગ પ્રત્યેનો લગાવ જોઈને તેના પેરન્ટ્સે તેને આર્ટ-ક્લાસમાં મૂકવાનું નક્કી કર્યું. ક્લાસમાં પાંચ-છ અઠવાડિયા દરમ્યાન તેનું પેઇન્ટિંગ જોઈને ટીચર પણ ખૂબ ખુશ થઈ ગયા. જોના ટીચરે તો એના ડૂડલની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકવાની શરૂ કરી. જોકે એ જોઈને એક રેસ્ટોરાંના માલિકે જોને કામ આપ્યું. રેસ્ટોરાંની દીવાલો પર તે ડૂડલ્સ બનાવે છે અને એ માટે તેને રેસ્ટોરાંનો માલિક પૈસા પણ ચૂકવે છે. હવે જોના પપ્પા દીકરાને સ્કૂલેથી પાછા ફરતી વખતે આ રેસ્ટોરાંમાં લઈ જાય છે જ્યાં તે બે-ત્રણ કલાક પોતાની મરજી પડે એમ ડૂડલ્સ બનાવે છે. આ કામની તસવીરો વાઇરલ થતાં હવે જો પાસે બીજા ઑર્ડર્સ પણ લાઇનમાં તૈયાર ઊભા છે. 

hatke news offbeat news