75 વર્ષથી ફ્રીમાં ઝાડની નીચે ભણાવે છે આ દાદા

29 September, 2020 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

75 વર્ષથી ફ્રીમાં ઝાડની નીચે ભણાવે છે આ દાદા

ફ્રીમાં ઝાડની નીચે ભણાવે છે આ દાદા

ઓડિશાના જયપુર જિલ્લામાં એક દાદા લગભગ ૭૫ વર્ષથી વધુ સમયથી અનોખો શિક્ષણયજ્ઞ ચલાવી રહ્યા છે. ઇચ્છે તો તેઓ શિક્ષક તરીકે કારકિર્દી બનાવીને એમાંથી સારીએવી કમાણી કરી શક્યા હોત, પણ તેમણે શિક્ષણ આપીને કમાવાની વાતને મંજૂર નથી રાખી. તેમણે તો ફ્રીમાં બાળકોને શિક્ષણ આપવાનો મહાયજ્ઞ શરૂ કરેલો. જે પરિવારો આર્થિક મુશ્કેલી અનુભવતા હોય તેમના બાળકોને એક વૃક્ષ નીચે ફ્રીમાં શિક્ષણ આપે છે નંદા પ્રેસ્ટી નામના આ દાદા. ઓડિશાના જયપુર જિલ્લાના બારટંડા ગામમાં આ શિરસ્તો લગભગ ૭૫ વર્ષથી ચાલી રહ્યો છે. વર્ષો પહેલાં ગામના સરપંચે સરકારને અપીલ કરી હતી કે જેમાં વૃક્ષની નીચે ચાલતી સ્કૂલ માટે પ્રાથમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી આપવાની વિનંતી કરી હતી. જોકે વર્ષો સુધી સરકાર તરફથી કોઈ મદદ મળી નહીં અને આ છતાં આ શિક્ષકે તેનો શિક્ષણ યજ્ઞ રોક્યો નહીં.

નંદભાઈ જ્યારે ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેને ખબર પડેલી કે ગામના ઘણા લોકો અભણ છે અને પોતાની સહી સુદ્ધાં નથી કરી શકતા. ત્યારે તેણે પ્રૌઢલોકોને લખતા-વાંચતાં શીખવાનું બીડું ઝડપ્યું. જોકે પુખ્તોને ભણવામાં રસ પડતાં હવે પ્રૌઢશિક્ષણના ક્લાસ પણ ચાલે છે.

odisha offbeat news hatke news national news