બીચ પર ઈંડાંકારના બરફના ગોળાએ જગાવ્યું આશ્ચર્ય

11 November, 2019 11:22 AM IST  |  Finland

બીચ પર ઈંડાંકારના બરફના ગોળાએ જગાવ્યું આશ્ચર્ય

ઈંડા આકારના બરફના ગોળાથી કુતુહલ

ફિનલૅન્ડના હૅલુઓતો આઇલૅન્ડના એક બીચ પર એક દંપતીને હજારોની સંખ્યામાં મોટા બરફના ગોળા જોવા મળ્યા હતા. ઈંડાંકાર ગોળા સમુદ્રના કિનારેથી ૩૦ મીટર દૂર સુધી ફેલાયેલા હતા. આમાંના કેટલાક ફુટબૉલની સાઇઝના હતા. રિસ્તો મતીલા અને તેની પત્નીએ આ ગોળા જોયા હતા અને એની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. ફિનિશ હવામાન વિજ્ઞાન સંસ્થાના નિષ્ણાતોનું કહેવું છે કે આ ઘટના સામાન્ય નથી, પરંતુ ચિંતાનો વિષય છે. આબોહવા બરાબર હોય તો વર્ષમાં એકાદવાર આવું થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે શરદ ઋતુમાં એવું જોવા મળી શકે છે કેમ કે એ વખતે સપાટી પરનું પાણી બરફ બનવાનું શરૂ થઈ જાય છે. પવનની લહેરને કારણે બરફનો આકાર બદલાય છે. જોકે આવો બરફ ઘણા લાંબા સમયથી જોવા મળી રહ્યો છે એ ચિંતાનો વિષય છે. 

hatke news offbeat news