આવાં કપડાં તમે પહેરો ખરા?

19 February, 2020 07:40 AM IST  |  London

આવાં કપડાં તમે પહેરો ખરા?

લંડનમાં કિંગ ક્રૉસ સ્થિત યુનિવર્સિટી ઑફ આર્ટ્સમાં ગ્રૅજ્યુએટ થયેલી ફૅશન-ડિઝાઇનર ડેઇઝી મે કૉલિનબ્રિજે માનવ શરીરરચનાની અતિશયોક્તિભરી સજાવટ માટે જુદાં-જુદાં કાલ્પનિક પાત્રોની ઓળખના ફ્લૅશ સૂટ્સ બનાવ્યા છે.

કૉટન અને જર્સી ફૅબ્રિક્સના ઉપયોગથી બર્ટ, હિલરી, ક્લાઇવ, ડેવ, અને લિપ્પી જેવાં નામ ધરાવતાં કાલ્પનિક પાત્રોનાં નામ સાથે વિશિષ્ટ ડિઝાઇન ધરાવતા ડ્રેસ ટેક્સટાઇલ આર્ટિસ્ટ ડેઇઝી મેએ તૈયાર કર્યા છે. માનવદેહનો આદર્શ આકાર હોતો નથી. ધારણાને આધાર બનાવીને સ્ટફ્ડ ફૅબ્રિક્સના ડ્રેસ બનાવ્યા છે. એ પાંચ પાત્રોની ઓળખના ડ્રેસમાં દેહરચનાની અતિશયોક્તિભરી પ્રસ્તુતિના ઉદ્દેશથી ડ્રેસ ડિઝાઇન કરવામાં આવ્યા છે.

london offbeat news hatke news