આ મહિલા પોલીસે 3 મહિનામાં ગુમ થયેલા 76 બાળકોને શોધી કાઢ્યાં

20 November, 2020 09:47 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ મહિલા પોલીસે 3 મહિનામાં ગુમ થયેલા 76 બાળકોને શોધી કાઢ્યાં

મહિલા હેડ કૉન્સ્ટેબલ સીમા ઢાકા

નવી દિલ્હીના શ્યામપુર બાદલી પોલીસ-સ્ટેશનની મહિલા હેડ કૉન્સ્ટેબલ સીમા ઢાકાએ માત્ર ત્રણ મહિનામાં ગુમ થયેલાં ૭૬ બાળકોને શોધી કાઢ્યાં છે, જેમાંનાં ૫૬ બાળકો ૧૪ વર્ષ કરતાં ઓછી વયનાં છે.

સીમા ઢાકાના કાર્યની સરાહના કરતાં પ્રથમ વાર દિલ્હી પોલીસે આઉટ ઑફ ધ વે જઈને દિલ્હીના પોલીસ-કમિશનર એસ. એન. શ્રીવાસ્તવ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રોત્સાહન યોજના હેઠળ તેને પ્રમોશન આપ્યું છે.

દિલ્હીના પોલીસ-કમિશનરે ગુમ થયેલાં બાળકોને શોધવા માટે પોલીસ-કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા પાંચમી ઑગસ્ટે એક ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી હતી, જે મુજબ કૉન્સ્ટેબલ એક વર્ષના સમયગાળામાં ૧૪ વર્ષથી ઓછી વયનાં ૫૦ કે એથી વધુ બાળકોને શોધશે તેને આઉટ ઑફ ધ વે જઈને પ્રમોશન આપવામાં આવશે તેમ જ એક વર્ષમાં ૧૫ જેટલાં બાળકોને શોધી લાવનારને અસાધારણ કાર્ય પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરાઈ હતી.

સીમા ઢાકાએ માત્ર અઢી મહિનાના સમયગાળામાં દિલ્હી, પંજાબ અને હરિયાણામાંથી ૭૬ બાળકોને શોધી કાઢ્યાં હતાં.

new delhi national news offbeat news hatke news