આ મંદિરમાં માત્ર રાવણની પૂજા થાય છે અને દશેરાના દિવસે જ ખૂલે છે

09 October, 2019 10:13 AM IST  |  ઉત્તર પ્રદેશ

આ મંદિરમાં માત્ર રાવણની પૂજા થાય છે અને દશેરાના દિવસે જ ખૂલે છે

આ મંદિરમાં માત્ર રાવણની પૂજા થાય છે

વિજયાદશમી પર આમ તો ભગવાન રામની પૂજા-અર્ચના થતી હોય, પરંતુ ઉત્તર પ્રદેશમાં દશાનન મંદિર છે જ્યાં રાવણની પૂજા થાય છે. આ મંદિર ૧૮૯૦માં ગુરુ પ્રસાદ શુક્લે બનાવ્યું હતું. રાવણને પૂજનારા લોકોની માન્યતા છે કે રાવણ પણ એક વિદ્વાન હતો એટલે દશેરાના દિવસે લોકો તેની પૂજા કરીને આશીર્વાદ માગે છે. કાનપુરના શિવાલા રોડ પર આવેલું આ મંદિર આમ આખું વર્ષ બંધ હોય છે, પણ દશેરાના દિવસે જ ખૂલે છે. રાવણદહન થાય એટલે ફરીથી એને બંધ કરી દેવામાં આવે છે. દશાનન મંદિરમાં દર વર્ષે વિજયાદશમીની પૂજા અને આરતી થાય છે.

આ પણ વાંચો : નવ સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડીને યુગલ દુનિયા ફરવા નીકળી પડ્યું

સ્થાનિકોની માન્યતા છે કે અહીં આરતી કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. રાવણને વિદ્વાન માનીને પૂજનારા લોકો મોટા ભાગે ચૈત્રી અને ઠાકુર સમાજના લોકો છે. શ્રદ્ધાળુઓ રાવણની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને પ્રાર્થના પણ કરે છે.

uttar pradesh offbeat news hatke news