૫૦ ફુટ ઊંચેથી બરફનો જંગી ટુકડો કાર પર પડ્યો છતાં દંપતી બચી ગયું

01 April, 2021 08:28 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

ઘટનાનો વિડિયો યુટ્યુબ પર વાઇરલ થયો છે

૫૦ ફુટ ઊંચેથી બરફનો જંગી ટુકડો કાર પર પડ્યો

રશિયામાં ઉત્તર ધ્રુવ તરફના કોલા પ્રદેશમાં ૫૦ ફુટ ઊંચેથી બરફનો જંગી ટુકડો એક કારની વિન્ડસ્ક્રીન પર પડ્યો હતો, પરંતુ કારમાં બેઠેલા દંપતીને આંચ નહોતી આવી. કૅમેરામાં ઝડપાયેલી એ ઘટનાનો વિડિયો યુટ્યુબ પર વાઇરલ થયો છે. આ વિડિયોમાં જંગી બરફ પડ્યો ત્યારે નિસ્સાન મુરાનો કારમાં બેઠેલું દંપતી બહાર કૂદી પડતું જોવા મળ્યું હતું. ડ્રાઇવરને ગિયર બદલવાનો સમય નહોતો, તેથી બરફના પ્રહાર પછી કાર રિવર્સમાં ઢોળાવ પર ઊતરતી જોવા મળી હતી.

મહિલાએ થોડી વાર બ્રેક દબાવવા અને ગિયર બદલવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ કંઈ ન થયું. તેનો પતિ આઘાતમાં સ્તબ્ધ થઈ ગયો હતો.

એ દંપતી નજીકની દુકાનમાંથી થોડી ખરીદી કરીને કારમાં બેઠું ત્યાં જ આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં દંપતીની કારને નુકસાન જરૂર થયું હતું, પરંતુ તેઓ હેમખેમ રહ્યા હોવાથી તેમનો આ વિડિયો જોનારાઓએ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ આપ્યાં હતાં.

offbeat news international news russia