પંજાબના પોલીસે શાકવાળા પાસેથી બધાં શાકભાજી ખરીદીને ગરીબોમાં વહેંચી દીધા

27 March, 2020 07:23 AM IST  |  Punjab | Mumbai Correspondent

પંજાબના પોલીસે શાકવાળા પાસેથી બધાં શાકભાજી ખરીદીને ગરીબોમાં વહેંચી દીધા

વેલ ડન: આ પોલીસવાળાને સેલ્યુટ

લૉકડાઉન દરમ્યાન સડક પર ઊભા રહેલા શાકભાજી વેચતા ફેરિયાને પંજાબ પોલીસે કરેલી મદદને કારણે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે પંજાબ પોલીસની પ્રશંસા કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી હતી. પંજાબ પોલીસે સ્ટૉલ પરથી બધાં શાકભાજી ખરીદી લઈને એ ગરીબોમાં વહેંચી દીધાં હતાં.

આ ઘટનાનો વિડિયો શૅર કરીને પંજાબ પોલીસની પ્રશંસા કરતાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કર્યા બાદ લોકોને મદદ કરવાની પંજાબ પોલીસની ભાવનાથી હું પ્રભાવિત થયો છું.

૬૫ સેકન્ડના આ વિડિયોમાં જોઈ શકાય છે કે બે પોલીસ અધિકારીઓએ શાકભાજીના સ્ટૉલ પરથી બધાં જ શાક ખરીદી લઈને સ્ટૉલવાળાને પૈસા ચૂકવીને રવાના કર્યો અને પછી શાક લઈને એવા વિસ્તારમાં પહોંચીને શાકભાજીનું વિતરણ કર્યું, જ્યાં લોકો ગરીબ અને ભૂખ્યા હતા. એક તરફ પોલીસ લોકોને ઘરમાં રહેવાનો આગ્રહ કરી રહી છે, તો બીજી તરફ અકારણ બહાર ફરવા નીકળનારા લોકો પર દંડો દેખાડીને ગુસ્સો પણ કાઢી રહી છે.

punjab offbeat news hatke news national news