8 ઇંચ લાંબી પાંપણ જોઈ છે?

13 June, 2021 11:19 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

વિશ્વમાં સૌથી લાંબી પાંપણ ધરાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ જિયાનક્સિયાના નામે છે. તેની પાંપણ ૮ ઇંચ જેટલી લાંબી છે.

વિશ્વમાં સૌથી લાંબી પાંપણ ધરાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ જિયાનક્સિયાના નામે છે.

મહિલાઓ તેમની સુંદરતા માટે હંમેશાં સજાગ હોય છે અને એ માટે તેઓ તમામ પ્રયાસ કરતી હોય છે એમ જ મેકઅપનો પણ સહારો લેતી હોય છે. જોકે ચીનની જિયાનક્સિયાને જોકે પોતાની પાંપણને સુંદર દેખાડવા માટે કોઈ મેકઅપનો સહારો નથી લેવો પડતો. વિશ્વમાં સૌથી લાંબી પાંપણ ધરાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ જિયાનક્સિયાના નામે છે. પાંપણના વાળને સરખી રીતે ગોઠવીને કાનની પાછળ વાળીને મૂકતાં જાણે મસ્કરા લગાવ્યો હોય એવો ભ્રમ ઊભો થાય છે. હાલમાં તેની પાંપણ ૮ ઇંચ જેટલી લાંબી છે. ૨૦૧૬માં સૌથી લાંબી પાંપણનો રેકૉર્ડ હાંસલ કર્યા બાદ તેણે કાળજીપૂર્વક પાંપણના વાળને લંબાવવાના પ્રયાસ કર્યા હતા.

china offbeat news hatke news