આ બહેન સિરૅમિકનાં વાસણ હ્યુમન યુરિન વાપરીને બનાવે છે

02 June, 2019 09:07 AM IST  |  ચીન

આ બહેન સિરૅમિકનાં વાસણ હ્યુમન યુરિન વાપરીને બનાવે છે

સિરૅમિકનાં વાસણ હ્યુમન યુરિન વાપરીને બનાવે છે

ચીનની સિરૅમિક ઇન્ડસ્ટ્રી હજારો વર્ષ જૂની છે. ચિનાઈ માટીનાં વાસણો પર ગ્લેઝ ચડાવીને તૈયાર કરવામાં આવતાં વાસણોનું કામ છેક આઠમી સદીથી થતું આવ્યું છે. પહેલાંના જમાનામાં ગ્લેઝ ચડાવવા માટે સોડા અને રેતીનો ઉપયોગ કરવામાં આવતો હતો જ્યારે હવે ચિનાઈ વાસણો પર પરત ચડાવવા માટે કાચ અને ઑક્સાઇડ ધાતુનું મિશ્રણ અથવા તો સીસું વાપરવામાં આવે છે.

આ ધાતુનું ગ્લેઝિંગ પર્યાવરણ માટે તો હાનિકારક છે જ પણ માણસોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. એનાથી ફૂડ પૉઇઝનિંગ થઈ શકે છે. સિનેઇ કિમ નામની એક ડિઝાઇનરે સિરૅમિકનાં વાસણોને ગ્લેઝ ચડાવવાનો પર્યાવરણ-ફ્રેન્ડ્લી રસ્તો શોધ્યો છે. એમાં હ્યુમન યુરિનનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો : જપાનમાં હવે પોકેમોન થીમનાં વેડિંગ પણ થઈ શકશે

કિમે એ માટે પ્રયોગ પણ કર્યો છે. પાંચ મહિનામાં તેણે ૨૮૦ લિટર માનવમૂત્ર એકઠું કર્યું હતું અને એને ડિસ્ટિલ કરીને એમાંથી પાણીનો ભાગ બાષ્પીભવન કરી દીધો હતો. એને કારણે જે મિનરલની પેસ્ટ બચી એમાંથી તેણે ચિનાઈ માટીનાં વાસણો પર ગ્લેઝ ચડાવ્યું હતું. આ બહેનનો દાવો છે કે માનવમૂત્ર વધુ સારું અને બિનહાનિકારક છે.

china offbeat news hatke news