જપાનમાં હવે પોકેમોન થીમનાં વેડિંગ પણ થઈ શકશે

Published: Jun 01, 2019, 08:44 IST

જ્યારથી પબ્જી ગેમ આવી છે ત્યારથી પોકેમોનનાં વળતાં પાણી થવા લાગ્યા છે.

પોકેમોન વેડિંગ થીમ
પોકેમોન વેડિંગ થીમ

જ્યારથી પબ્જી ગેમ આવી છે ત્યારથી પોકેમોનનાં વળતાં પાણી થવા લાગ્યા છે. જોકે હજીયે પોકેમોનનો ચાહકવર્ગ છે જ. એક સમયે દુનિયાભરના ગેમરસિયાઓને ઘેલું લગાડનાર પોકેમોન ગેમના મેકર્સે હવે કમાણીનો નવો રસ્તો શરૂ કર્યો છે.

pokemon

ધ પોકેમોન કંપનીએ એક વેડિંગ પ્લાનિંગ કંપની સાથે મળીને પોકેમોન થીમનાં લગ્ન ગોઠવી આપતી સર્વિસ શરૂ કરી છે. આ ખાસ લગ્નમાં બે પિકાચુ મૅસ્કોટ દુલ્હા અને દુલ્હન બનીને કાર્યક્રમમાં હાજર રહેશે. એ ઉપરાંત મેનુ, કેક અને વેન્યુની સજાવટ પણ પોકેમોન થીમની રહેશે.

આ પણ વાંચો : આ પિન્કીબહેન અને પીળીબહેન વચ્ચે છે અનોખી દોસ્તી

યુગલને મૅરેજ સર્ટિફિકેટ પણ પોકેમોનની ઇમેજ સાથે તૈયાર કરેલું મળી શકશે. હાલમાં આ પ્રકારની ઑફર જપાનમાં જ છે, પણ જો એને સારો રિસ્પોન્સ મળે તો બીજા દેશોમાં પણ એનો ફેલાવો થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK