બાળકને બગીચામાંથી ૪૮૮૦ લાખ વર્ષ જૂનો અવશેષ મળ્યો

31 March, 2021 09:45 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

બગીચામાં રમતાં-રમતાં અળસિયાં શોધવા તેમ જ માટી ભેગી કરવા જમીન ખોદતો હતો ત્યારે અચાનક એક અશ્મિભૂત અવશેષ તેને હાથ લાગ્યો

સિદક સિંહ

ઇંગ્લૅન્ડનો ૬ વર્ષનો એક બાળક સિદક સિંહ ઝામટ તાજેતરમાં તેના ઘરના બગીચામાં રમતાં-રમતાં અળસિયાં શોધવા તેમ જ માટી ભેગી કરવા જમીન ખોદતો હતો ત્યારે અચાનક એક અશ્મિભૂત અવશેષ તેને હાથ લાગ્યો હતો. એ બાળકને ખ્યાલ જ નહોતો કે તેની આ રમત તેને સમાચારમાં ચમકાવશે. સિદક સિંહને ગઈ ક્રિસમસમાં અશ્મિ‍ શોધવાનાં સાધનો-ફોસિલ હન્ટિંગ કિટ ભેટ મળી હતી. અલબત્ત એનો ઉપયોગ તે રમત માટે કરતો હતો. એ નાનકડા બાળકે ક્યારેય કલ્પના નહીં કરી હોય કે તે કોઈ ઐતિહાસિક કામ કરવાનો છે. સિદક સિંહને હાથ લાગ્યું હતું એ અશ્મિ ૨૫૧૦ લાખ વર્ષોથી ૪૮૮૦ લાખ વર્ષ વચ્ચેનું ‘હૉર્ન કોરલ’ હોવાનું તેના પિતા વિશ સિંહે ફેસબુકના એ વિષય પરના એક ગ્રુપની મદદથી જાણ્યું હતું.

offbeat news international news england