એક લાખ સિક્કા લઈને વીજબિલ ભરવા પહોંચ્યો બિઝનેસમૅન, જાણો શું પછી થયું?

25 August, 2019 09:37 AM IST  |  છત્તીસગઢ

એક લાખ સિક્કા લઈને વીજબિલ ભરવા પહોંચ્યો બિઝનેસમૅન, જાણો શું પછી થયું?

એક લાખ સિક્કા

છત્તીસગઢના કોરબાના પાવરહાઉસ રોડ પર પવન કુમારનામના ભાઈની કપડાની દુકાન છે. તેનું એક લાખ રૂપિયાનું વીજળીનું બિલ ભરવાનું બાકી છે. જ્યારે રાજ્યમાં વીજળીકંપનીએ બિલ ન ભરનારા લોકોનું કનેક્શન કાપવાનું શરૂ કર્યું એટલે પવનકુમારે ગમેએમ કરીને બિલ ભરવું જ પડે એવી સ્થિતિ પેદા થઈ. જોકે તે કંપનીને પરેશાન કરવા માટે એક લાખ રૂપિયાનું બિલની ચૂકવણી કરવા સિક્કા લઈને પહોંચ્યો હતો. તે બે બોરીમાં સિક્કા ભરીને તુલસીનગર પાસે આવેલી ઇલેક્ટ્રિસિટીની ઑફિસે પહોંચ્યો હતો. બે બોરીમાં ભરેલા સિક્કા જોઈને કર્મચારીઓને લાગ્યું કે એ સિક્કા ગણવામાં બહુ લાંબો સમય લાગશે એટલે તેમણે પવનને ત્યાંથી પાછો હાંકી કાઢ્યો હતો અને ચલણી નોટમાં બિલની રકમ લઈને આવવાનું કહ્યું.

આ પણ વાંચો : 27 વર્ષની યુવતીએ આઠ પૌત્ર-પૌત્રીઓ ધરાવતા 83 વર્ષના દાદા સાથે લગ્ન કર્યાં

થોડીક વાર પવને પણ ઑફિસની બહાર થેલીઓ લઈને ચક્કર કાપ્યા અને તાયફો રચવાની કોશિશ કરી, પણ પછી આખરે ભાઈસાહેબ ઘરે જતા રહ્યા. તેની પાસે જેટલી ચલણી નોટો હતી એ તેણે બિલ પેટે જમા કરાવી દીધી હતી.

chhattisgarh offbeat news hatke news