27 વર્ષની યુવતીએ આઠ પૌત્ર-પૌત્રીઓ ધરાવતા 83 વર્ષના દાદા સાથે લગ્ન કર્યાં

Updated: Aug 25, 2019, 09:33 IST | ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયાના મધ્ય જાવા પ્રાંતના ૮૩ વર્ષના સુદિરગોનાં લગ્નની વાતો ચર્ચામાં છે. એનું કારણ એ છે કે દાદાનાં લગ્ન તેમની પૌત્રીની ઉંમરની કન્યા સાથે થયાં છે.

પ્રેમ આંધળો હોય છે એવું સાબિત કર્યુ આ કપલે
પ્રેમ આંધળો હોય છે એવું સાબિત કર્યુ આ કપલે

ઇન્ડોનેશિયાના મધ્ય જાવા પ્રાંતના ૮૩ વર્ષના સુદિરગોનાં લગ્નની વાતો ચર્ચામાં છે. એનું કારણ એ છે કે દાદાનાં લગ્ન તેમની પૌત્રીની ઉંમરની કન્યા સાથે થયાં છે. આ કોઈ લાકડેમાંકડું ગોઠવેલું હોય એવું ચોકઠું નથી, પણ પ્રેમલગ્ન દ્વારા પહેલી જ નજરે પ્રેમમાં બંધાયેલું યુગલ છે. ૨૭ વર્ષની નૂરાની તેની મમ્મી સાથે સુદિરગોને પહેલી વાર મળી ત્યારે જ તેને પ્રેમ થઈ ગયો હતો. સુદિરગો સમાજસેવક છે અને જરૂરિયાતમંદોને પોતાનાથી બનતી મદદ કરે છે. જ્યારે નૂરાનીની મા તેની પાસે મદદ લેવા આવી ત્યારે જ તેનું મન આ દાદા પર મોહી પડ્યું હતું. એ પછી તો નૂરાની વારંવાર સુદિરગોના ઘરે આંટા મારવા લાગી. તેનો પ્રેમ અને કાળજી જોઈને સુદિરગો દાદાને પણ તેના માટે પ્રેમ જાગ્યો. શરૂઆતમાં દાદાને લગ્ન નહોતા કરવા, પણ પછી તેઓ પોતાની ફીલિંગ્સ રોકી ન શક્યા. તેમણે નૂરાની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને પેલીએ તરત જ એ સ્વીકારી લીધો.

આ પણ વાંચો : ક્રિસમસ મનાવીને બે વર્ષની આ છોકરી સૂઈ ગયેલી આઠ મહિનાથી જાગી જ નથી

અલબત્ત જ્યારે તેમણે પોતાના પ્રેમ અને લગ્નની વાત પરિવાર અને સમાજને જાહેર કરી ત્યારે બન્નેના પરિવાર તરફથી ઘણી આલોચના થઈ. દાદાની પૌત્રીઓએ નૂરાનીને બહુ સમજાવી પણ ખરી કે તારે હમઉમ્ર યુવક સાથે લગ્ન કરવા જોઈએ, પણ બહેનબા કોઈ હિસાબે ટસના મસ થયાં નહીં. આખરે ઘણા અવરોધો પછી બન્નેના પરિવાર તૈયાર થયા. સુદિરગો દાદાના આ ચોથાં લગ્ન છે અને પહેલાં ત્રણ લગ્નથી તેમને આઠ ગ્રૅન્ડ-ચિલ્ડ્રન્સ પણ છે. ગયા અઠવાડિયે જ યુગલે રંગેચંગે અને પૂરી વિધિપૂર્વક લગ્ન કરી લીધાં છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK