લૉટરી લાગી: ગ્રાહકે કર્મચારીને આપી 23 લાખ રૂપિયાની ટિપ, જાણો કેમ

14 June, 2019 10:32 AM IST  |  કેપટાઉન

લૉટરી લાગી: ગ્રાહકે કર્મચારીને આપી 23 લાખ રૂપિયાની ટિપ, જાણો કેમ

લૉટરી લાગી

કદી પરગજુ થઈને કરેલું કામ એળે નથી જતું. એ ભારત હોય કે સાઉથ આફ્રિકા, બીજાને મદદ કરવાથી ફાયદો જ થાય છે. સાઉથ આફ્રિકાના કેપટાઉન શહેરમાં રહેતી ૨૧ વર્ષની મોનેટ ડેવેન્ટર નામની યુવતી શહેરથી થોડે દૂર ગઈ હતી અને ત્યાં પેટ્રોલ ખૂટતાં પેટ્રોલ પમ્પ પર પહોંચી ગઈ હતી. જોકે એ વખતે તેને ખબર પડી કે તે પર્સ કે ક્રેડિટ કાર્ડ સાથે લેવાનું ભૂલી જ ગઈ છે. મોનેટ જે વિસ્તારમાં હતી એ ગુંડાઓનો ગણાતો હતો.

મોનેટ પોતે શ્વેત હતી અને આ વિસ્તાર અશ્વેત ગૅન્ગસ્ટર્સનો હતો. તે સહેજ મૂંઝાઈ કે પેટ્રોલ ભરાવવું કે નહીં? એવામાં ત્યાં કામ કરતો નકોસિકો મબેલે નામનો અશ્વેત કર્મચારી યુવતીની અવઢવ સમજી ગયો. તેણે કહ્યું કે કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઇમ આવો ત્યારે પૈસા આપજો. અત્યારે હું મારા પૈસામાંથી ચુકવણી કરી દઈશ. મોનેટને ખબર હતી કે આ કર્મચારી માટે ૪૦૦ રૂપિયા ખરેખર બહુ મોટી રકમ છે અને છતાં તે મદદ કરી રહ્યો છે. એ વખતે તો મોનેટ આભાર માનીને ત્યાંથી નીકળી ગઈ, પણ પછી તેણે ફેસબુક-અકાઉન્ટ પર આ કિસ્સો લખ્યો અને આ ન‌કોસિકોને મદદ કરવા માટે મૂવમેન્ટ ચલાવી. સોશ્યલ મીડિયા પર ચોતરફ અત્યારે કર્મચારીની વાહવાહી ચાલે છે.

આ પણ વાંચો : આ રેસ્ટોરાંમાં જમતી વખતે સ્માર્ટફોન લૉકરમાં મૂકી દેશો તો પીત્ઝા ફ્રી મળશે

લોકોએ ભેગા મળીને જોતજોતાંમાં ૨૩ લાખ રૂપિયા ભેગા કરી લીધા છે જે તેના ૮ વર્ષની નોકરીના કુલ પગાર જેટલા છે. જોકે મોનેટે એકઠા કરેલા આ પૈસા લેવા નકોસિકો તૈયાર નથી. તેને ડર છે કે તે જ્યાં રહે છે ત્યાં આ રૂપિયા ચોરાઈ જશે. એને બદલે જો તે આ રૂપિયામાંથી સારું ઘર બનાવવામાં અને સંતાનોની સ્કૂલ-ફી ભરવામાં ડાયરેક્ટ મદદ કરે તો સારું એવી તેની વિનંતી છે.

cape town offbeat news hatke news