આ છે આભાસી બૉડી-પેઇન્ટિંગની કમાલ

18 July, 2020 06:50 AM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

આ છે આભાસી બૉડી-પેઇન્ટિંગની કમાલ

આભાસી બૉડી-પેઇન્ટિંગ

આ સાથે મૂકેલી તસવીરો જાણે કેક હોય અથવા તો કૅન્વસ પર દોરેલાં પેઇન્ટિંગ્સ હોય એવું લાગે છે. જોકે હકીકતમાં આ રિયલ હાથ કે પગ પર કરેલું બૉડી-પેઇન્ટિંગ છે અને આ કામ કર્યું છે એક સમયે ઇલ્યુઝિવ મેકઅપ માટે જાણીતી ઇન્સ્ટાગ્રામ સુપરસ્ટાર મિમી ચોઇએ. મેકઅપ છોડીને હવે તેણે પોતાના શરીરના અન્ય ભાગો પર રંગરોગાન કરીને અવનવાં આભાસી ચિત્રો ઉપસાવવાનું કામ કર્યું છે. પહેલી નજરે જોઈએ તો જાણે કોઈએ પગ કાપી નાખ્યો હોય અથવા તો પગ પર કશુંક ચડાવી દીધું હોય એવું લાગે, પરંતુ આ માત્ર અને માત્ર રંગ અને એને વાપરનારા હાથની કમાલ છે. થ્રી-ડી ઇફેક્ટને કારણે એ એકદમ રિયલ દેખાય છે.

કૅનેડાના વાનકુવરની રહેવાસી અને ભૂતપૂર્વ સ્કૂલ-ટીચર તથા હાલની મેકઅપ-આર્ટિસ્ટ મીમી ચોઇએ મેકઅપના પ્રયોગોનો આરંભ ત્રણ વર્ષ પહેલાં કર્યો હતો, પણ હવે મીમીએ તેના હાથ અને પગ પર પેઇન્ટિંગ કરીને જુદાં-જુદાં દૃશ્યો-ચિત્રો સર્જવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો : અબ્દુલ કલામ યૂનિવર્સિટીના બાળકોએ બનાવી નોટ ગણવાની અનોખી મશીન 

ચિત્રકારો માટે જે ભૂમિકા કૅન્વસની હોય છે એ ભૂમિકા મીમી માટે તેના ચહેરાની છે. તાજેતરમાં મીમીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રદર્શિત કરેલી બૉડી-પેઇન્ટિંગ્સની તસવીરોમાં એક પગ પર બ્રેડ લોફ, એક પગ પર ગબડી પડતા લેગો બ્લૉક અને હાથ પર ખાલી છીપલાં દૃશ્યમાન થાય છે.

canada offbeat news hatke news international news