73 વર્ષનાં આ દાદીને જિમમાં કસરત કરતાં જોશો તો દંગ રહી જશો

13 March, 2020 10:31 AM IST  |  Canada

73 વર્ષનાં આ દાદીને જિમમાં કસરત કરતાં જોશો તો દંગ રહી જશો

73 વર્ષે પણ ફિટ છે આ હોટ દાદી

કૅનેડામાં રહેતાં ૭૩ વર્ષનાં દાદી જૉન મૅક્‍ડોનલ્ડની કરસત કરીને વજન ગુમાવવાની કથા આજકાલ ઇન્ટરનેટ-સોશ્યલ મીડિયામાં સઘન ચર્ચાનો વિષય બની છે. ભૂતકાળમાં સ્થૂળતાની સમસ્યાથી ત્રસ્ત જૉન મૅક્‍ડોનલ્ડે હાઈ બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલ અને ઍસિડ રિફ્લક્સની ઘણી દવાઓ લીધી છતાં કોઈ ફેર પડ્યો નહોતો. ૨૦ વર્ષ સુધી સ્થૂળતાની અનેક વ્યાધિઓ સહન કરનારાં જૉન મૅક્‍ડોનલ્ડે ચાળીસીની ઉંમરમાં હિસ્ટરેક્ટોમી પણ કરાવી હતી. ત્રણ વર્ષ પહેલાં કોઈ પણ રીતે સ્વસ્થ થવાનો નિર્ધાર કરીને બાવીસ કિલો વજન ઘટાડનારાં આ દાદીમા સોશ્યલ મીડિયા પર બેહદ લોકપ્રિય છે. ત્યાં તેમના પાંચ હજારથી વધારે ફૉલોઅર્સ છે. આ દાદીમા મોજથી આઇફોન અને મોબાઇલ-ઍપ્સનો ઉપયોગ કરે છે.

વજન ઉતારવાના પ્રવાસ બાબતે તેઓ કહે છે, ‘આજકાલ જોવા મળે છે કે મહિલાઓ વૃદ્ધ થતાં જાણે દુનિયામાંથી ગુમ થઈ જાય છે, પરંતુ મને લાગે છે કે હવે સમય બદલાઈ રહ્યો છે. આરોગ્યની સ્વસ્થતા જાળવવા માટે ખંત, ઉત્સાહ અને ઇચ્છાશક્તિ જોઈએ. તડકો, છાંયડો કે વરસાદ કોઈ પણ વાતાવરણમાં માનસિક સ્વસ્થતા માટે હું રોજ ૨૦ મિનિટ મેડિટેશન કરું છું. એનાથી નિયંત્રણપૂર્વક વિચારોની સમતુલા જળવાય છે. મારી મમ્મીની તબિયત બગડતી જોઈને મને મારી તબિયતની કાળજી રાખવાની ઉત્સુકતા વધી હતી. મારી દીકરીએ પણ મને મદદ કરી હતી. તમે ડાયટ અને ટ્રેઇનિંગ વિશે જાણવા ઇચ્છતાં હશો. ખરેખર બધો આધાર માનસિક સ્થિતિ પર હોય છે. મેં આાંખોમાં આંસુ આવી જાય એવો પરિશ્રમ કર્યો છે.

આ પણ વાંચો : આને કહેવાય શેર પર સવાશેર : એક કૂતરાએ બે સિંહને ભગાડ્યા

વજન ઉતારવાની યાત્રાનું માપ ફક્ત વજનકાંટા પર દેખાતું નથી. ઘણી વખત આપણે આપણા પોતાના નકારાત્મક વિચારો અને વિશ્લેષણ, નિષ્ફળતાની શક્યતાઓના વિચારો, આત્મવિશ્વાસ તથા અન્યો પર વિશ્વાસનો અભાવ વગેરે બાબતો સામે ઝઝૂમવાનું હોય છે. આટલી પરિશ્રમભરી યાત્રા પછી આપણને મળે છે આંતરિક પરિવર્તન. હું તમને હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરપી કે આહારમાં ફેરફારની સલાહ આપનારી વ્યક્તિ નથી. હું અઠવાડિયામાં પાંચ દિવસ ૭૫ મિનિટ વ્યાયામ અને ચાર કે સાત દિવસ કાર્ડિયો એક્સરસાઇઝ કરું છું. મેં ન્યુટ્રિશન અને એક્સરસાઇઝ પ્લાનનું બરાબર પાલન કર્યું છે. સ્પષ્ટતા અને સાદગીના સિદ્ધાંતો અપનાવ્યા છે. નાની-નાની સફળતાઓ બાબતે ઈશ્વર અને સમાજ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના રાખું છું.’

canada offbeat news hatke news