Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આને કહેવાય શેર પર સવાશેર : એક કૂતરાએ બે સિંહને ભગાડ્યા

આને કહેવાય શેર પર સવાશેર : એક કૂતરાએ બે સિંહને ભગાડ્યા

13 March, 2020 09:30 AM IST |

આને કહેવાય શેર પર સવાશેર : એક કૂતરાએ બે સિંહને ભગાડ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના ઑફિસર સુશાંત નંદાએ સોશ્યલ મીડિયા પર શૅર કરેલો એક વિડિયો ઘણો લોકપ્રિય થયો છે. એમાં એક કૂતરો બે સિંહને કેવા ભગાડે છે એ જોવા મળે છે. ૧૧ માર્ચે શૅર કરેલા ૧૮ સેકન્ડના આ વિડિયોની નીચે કૅપ્શનમાં સુશાંતે લખ્યું છે, ‘આત્મવિશ્વાસ સુપરપાવર છે. એક વખત તમે પોતાનો આત્મવિશ્વાસ જાગ્રત કરો ત્યાર પછી ચમત્કાર થાય છે.’ ૩૦૦૦થી વધારે વ્યુઝ અને ૩૦૦થી વધારે લાઇક્સ ધરાવતો વિડિયો જોઈને લોકો કૂતરાના આત્મવિશ્વાસ પર આફરીન થઈ જાય છે. એક યુઝરે લખ્યું છે, ‘કદાચ કૂતરાને કોરોના વાઇરસ હશે અને એને કારણે સિંહો બચવાનો પ્રયત્ન કરતા હશે.’ અન્ય એક યુઝરે લખ્યું છે, ‘આને કહેવાય હિંમત, એક વખત કોશિશ કરો તો અશક્ય બાબત પર શક્ય બને છે.’

વિડિયોમાં દેખાય છે કે જંગલમાં બે સિંહો આરામ કરતા હતા. એક કૂતરાને જોઈને એના પર હુમલો કરવા બન્ને ઊભા થઈ ગયા. એ વખતે કૂતરો ભસતો-ભસતો બન્ને પાસે પહોંચ્યો અને સીધો ધસી જઈને સિંહોને ડરાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો. કૂતરાએ કેટલીક વખત છલાંગ મારીને સિંહો પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2020 09:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK