આગમાં બળી ગયેલી ઇમારતોની ચાવીઓથી બનાવી મૂર્તિ

20 November, 2019 08:59 AM IST  |  California

આગમાં બળી ગયેલી ઇમારતોની ચાવીઓથી બનાવી મૂર્તિ

જુઓ આ અનોખી ચાવી..

કૅલિફૉર્નિયામાં રહેતી ૩૪ વર્ષની આર્ટ થૅરપિસ્ટે છેલ્લા એક વર્ષમાં અનોખી આર્ટ તૈયાર કરી છે. આગમાં બળી ગયેલી સ્કૂલ, ચર્ચ, ઘર, અપાર્ટમેન્ટ, ઑફિસ અને કારની ચાવીઓને એકઠી કરીને એની મૂર્તિઓ તૈયાર કરે છે. આવી ચાવીઓ એકત્રિત કરવા માટે તેણે બહુ મોટું નેટવર્ક તૈયાર કર્યું છે. પાંચ શહેરોમાં ૧૩ સેન્ટર્સ બનાવ્યા છે અને ૩૦,૫૭૭ કિલોમીટરની સફર કરીને ફરી-ફરીને તેણે આ ચાવીઓ એકત્ર કરી હતી. આ મૂર્તિ બનાવીને તે લોકોમાં એવો સંદેશો આપવા માગે છે કે બધું જ ખોઈ નાખ્યા પછી પણ એમાંથી ઊભરીને બહાર આવી શકાય છે. આગમાં ખાખ થઈ ગયા પછી પણ જીવંતતાને બરકરાર રાખી શકાય છે. ૩૬૨ કિલો વજનની આ મૂર્તિ બનાવતાં આર્ટિસ્ટને લગભગ એક આખું વર્ષ લાગ્યું હતું.
કૅલિફૉર્નિયામાં ગયા વર્ષે નવેમ્બર મહિનામાં લાગેલી આગમાં ૧,૫૩,૦૦૦ એકરનું ક્ષેત્ર બળીને રાખ થઈ ગયું હતું. એમાં જેસીના ચિકો અપાર્ટમેન્ટમાં પણ આગ લાગી હતી. એ વખતે તેના પપ્પા આગથી બચવા માટે ઘરની બહાર નીકળી આવ્યા અને એ વખતે તેઓ ઘરની ચાવીઓ સાથે લઈ નીકળ્યા હતા. એ જોઈને તેને વિચાર આવ્યો કે તેના પપ્પા જેવા બીજા ઘણા લોકો હોવા જોઈએ. તેણે આગમાં ઘર ગુમાવનારાઓ પાડોશીઓ સાથે વાત કરી તો તેઓ પણ ચાવી લઈને નીકળ્યા હતા. ઘર ખાખ થઈ જતાં આ ચાવીઓ કોઈ કામની નહોતી પણ એનું સંકલન કરીને કલાકારે તેને આર્ટવર્કમાં તબદીલ કરી નાખ્યું.

hatke news offbeat news