માત્ર 80 લાખ રૂપિયામાં ખરીદો સ્કૉટિશ આઇલૅન્ડ

21 March, 2021 03:33 PM IST  |  Scotland | Gujarati Mid-day Correspondent

લંડન, ન્યુ યૉર્ક કે મુંબઈમાં એક મોટો અપાર્ટમેન્ટ ખરીદવો હોય તો ૮૦ લાખ રૂપિયા પણ ઓછા પડે છે એવામાં સ્કૉટલૅન્ડમાં તમે ૮૦ લાખ રૂપિયામાં એક આખા આઇલૅન્ડના માલિક બની શકો છો એ પહેલાં તો મજાક જ લાગે, પણ...

સ્કૉટિશ આઇલૅન્ડ

લંડન, ન્યુ યૉર્ક કે મુંબઈમાં એક મોટો અપાર્ટમેન્ટ ખરીદવો હોય તો ૮૦ લાખ રૂપિયા પણ ઓછા પડે છે એવામાં સ્કૉટલૅન્ડમાં તમે ૮૦ લાખ રૂપિયામાં એક આખા આઇલૅન્ડના માલિક બની શકો છો એ પહેલાં તો મજાક જ લાગે, પણ સ્કૉટલૅન્ડમાં એકાંત સ્થળે આવેલા એક આઇલૅન્ડની વેચાણકિંમત ૮૦ લાખ રૂપિયા ઠરાવાઈ છે.

ફ્યુચર પ્રૉપર્ટી ઑક્શન્સ દ્વારા લિલામ કરવામાં આવી રહેલો ૧૧ એકરનો આ આઇલૅન્ડ સ્કૉટિશ આઇલૅન્ડ્સના પશ્ચિમી કાંઠે સમુદ્રી તળાવ મોઆડાર્ટની વચ્ચે આવેલો છે. ડિયર આઇલૅન્ડ્સ નામે ઓળખાતા આ આઇલૅન્ડમાં હાલમાં કોઈ ઘર કે અન્ય કોઈ સુવિધા નથી. મૂળ વુડલૅન્ડમાં આવરી લેવામાં આવેલા આ આઇલૅન્ડમાં તમારા પાડોશી અબજોપતિ રિચર્ડ બ્રેનસનની બહેન વેનેસા બ્રેનસન હશે. આ આઇલૅન્ડ પેઢીઓથી મોઇડાર્ટ રાજવંશનો ક્લેરનાલ્ડની માલિકીનો હતો. જોકે હાલમાં એનો માલિક કોણ છે એ વિશે કોઈ જાણકારી નથી.

આ આઇલૅન્ડની લિલામી ૨૬ માર્ચે થવાની છે.

offbeat news hatke news scotland international news