એમ્બ્રૉઇડરી જેવું લાગે એવાં ટૅટૂ બનાવે છે બ્રાઝિલનો આર્ટિસ્ટ

13 May, 2019 09:43 AM IST  |  બ્રાઝિલ

એમ્બ્રૉઇડરી જેવું લાગે એવાં ટૅટૂ બનાવે છે બ્રાઝિલનો આર્ટિસ્ટ

એમ્બ્રૉઇડરી ટૅટૂ

બ્રાઝિલના સાઓ પાઓલોમાં રહેતો એડ્યુઅર્ડો લઝાનો નામનો ટૅટૂ-આર્ટિસ્ટ આમ તો ૨૦૦૨ની સાલથી ટૅટૂ-સ્ટુડિયો ચલાવે છે અને સ્થાનિકોમાં ખાસ્સો ફેમસ પણ છે. જોકે હજી ત્રણ-ચાર મહિના પહેલાં જ એડ્યુઅર્ડોભાઈએ એક નવી ટેક્નિક શોધી કાઢી છે. એનાથી ટૅટૂ જાણે એમ્બ્રૉઇડરી કરી હોય એવું લાગે છે.

આ પણ વાંચો : શું આ યુવતીએ બાળક સાથે લગ્ન કર્યાં ?

જાણે કાપડ પર દોરાની કૉમ્પ્લેક્સ ગૂંથણી કરીને ઊપસી આવ્યું હોય એવાં થ્રી-ડાયમેન્શનલ ટૅટૂ આ ભાઈ ચીતરે છે. તે દોરાથી ખાસ પ્રકારના ટાંકા લઈને એવી ડિઝાઇન તૈયાર કરે છે જાણે કાપડનો પૅચ ઊપસી આવ્યો હોય. એડ્યુઅર્ડોભાઈની આ નવી શોધ સોશ્યલ મીડિયા પર જબરી ફેમસ થઈ છે.

brazil offbeat news hatke news