ડૉગીઓ ફેસ રેકગ્નિશન ટેક્નૉલૉજી દ્વારા પોતાને ગમતું શૉપિંગ કરી શકશે

14 June, 2019 10:12 AM IST  |  બ્રાઝિલ

ડૉગીઓ ફેસ રેકગ્નિશન ટેક્નૉલૉજી દ્વારા પોતાને ગમતું શૉપિંગ કરી શકશે

ડૉગી પણ હવે ઑનલાઈન શોપિંગ કરી શકશે

બ્રાઝિલની પાળતુ પ્રાણીઓ માટેની ચીજો વેચતી પેટ્સ બ્રૅન્ડે ઑનલાઇન પેટ સ્ટોર પણ શરૂ કર્યો છે. સામાન્ય રીતે આવા પેટ સ્ટોરમાંથી પ્રાણીઓના માલિક જ તેમના વતી શૉપિંગ કરતા હોય છે. જોકે આ કંપનીએ વેબસાઇટ પર ફેસ રેકગ્નિશન ટેક્નૉલૉજી શરૂ કરી છે. આ નવી ટેક્નિકથી તમે તમારા ડૉગીનું મન પણ જાણી શકશો. તમારે એ વેબસાઇટ વેબ-કૅમેરા ધરાવતા ડિવાઇસમાં ખોલીને ડૉગીને સામે બેસાડી દેવાનો.

દરેક પ્રોડક્ટ જોઈને ડૉગીના ચહેરાના હાવભાવનું રીડિંગ એમાં ફીડ થઈ જાય છે. આ રીડિંગનું કામ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા થાય છે. આ માટે પ્રોફેશનલ ડૉગ ટ્રેઇનર લિઓનાડોર઼્ ઓગાટાએ પણ ખૂબ મહેનત કરી છે. આ ટ્રેઇનરે દરેક બ્રીડના ડૉગીઓની લાક્ષણિકતા અને ચહેરાના હાવભાવ દ્વારા તેઓ શું કમ્યુનિકેટ કરવા માગે છેએ તમામ માહિતી ફીડ કરી છે જેની મદદથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું સૉફ્ટવેર તૈયાર થયું છે.

આ પણ વાંચો : આ રેસ્ટોરાંમાં જમતી વખતે સ્માર્ટફોન લૉકરમાં મૂકી દેશો તો પીત્ઝા ફ્રી મળશે

જે-તે પ્રોડક્ટ્સ એમ જ સ્ક્રીન પર ડિસ્પ્લે નથી થતી, પરંતુ એ ચીજોની વિડિયો-ક્લિપ્સ બનાવવામાં આવી છે. ડૉગી માટેનાં હાડકાં, ફૂડ, બૉલ, ‌રિંગ્સ જેવી ચીજો એ વિડિયોમાં સમાવી લેવાય છે અને દરેક ચીજ સામે ડૉગીનું રીઍક્શન શું છે એ તપાસાય છે. ડૉગીના હાવભાવ પરથી તેને જે ગમે એવી ચીજો તમે ખરીદી શકો છો.

brazil offbeat news hatke news