બંગાળની આ મહિલાએ દોર્યું કોરોના વિશે શિક્ષણ આપતું પટ્ટચિત્ર

28 April, 2020 07:33 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

બંગાળની આ મહિલાએ દોર્યું કોરોના વિશે શિક્ષણ આપતું પટ્ટચિત્ર

કલાકાર સ્વર્ણા ચિત્રકાર

પશ્ચિમ બંગાળના પિંગલા ગામની કલાકાર સ્વર્ણા ચિત્રકારે સર્જનાત્મક પટ્ટચિત્રના માધ્યમથી કોરોના વાઇરસ સામેની લડત સમજાવવાની કોશિશ કરી છે. આ આર્ટવર્ક સાથે કર્ણપ્રિય બંગાળી ગીત ઇન્ટરનેટ પર ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે. પૌરાણિક કથાઓ, સામાજિક મુદ્દાઓ અને લોકસાહિત્યને તેમના કૅન્વસ શીટ્સ પરનાં ચિત્રો દ્વારા રજૂ કરનારા પટચિત્ર કલાકારો બંગાળમાં પાટુઆસ તરીકે ઓળખાય છે. આર્ટવર્ક પેઇન્ટિંગ ઉપરાંત, પટુઆસ દરેક ખાસ પટચિત્ર માટે ગીતો પણ ફ્રેમ કરે છે, જે પટચિત્ર પાછળની વાર્તાને સમજાવે છે. આ ચિત્રકારે કોરોના વાઇરસ સંકટ પર પટચિત્ર બનાવવા માટે સાત ફ્રેમ્સનો ઉપયોગ કર્યો હતો, જેમાં વાઇરસ, દરદીઓ તેમ જ હેલ્થ કૅર વર્કર્સ દર્શાવ્યા છે. એક દૃશ્યમાં તેણે લોકોને ઘરની અંદર અને બહાર માસ્ક પહેરીને બતાવ્યા હતા. આ વિડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ શૅર કર્યો છે.

બદલાતા સમય સાથે કલા વિકસિત થાય છે. પટચિત્ર એક પરંપરાગત કળા ઉપરાંત સામાજિક ચર્ચાના માધ્યમ તરીકે ઓળખાય છે. પટચિત્ર કલાકારો લાંબા સમયથી સામાજિક મુદ્દાઓ પર ગીતો અને પેઇન્ટિંગ રચતા આવ્યા છે.

west bengal offbeat news hatke news national news