ટેક્સસમાં બંગલો પાસે બેન્ગાલ ટાઇગર આવી ચડ્યો

13 May, 2021 10:57 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ટેક્સસના હ્યુસ્ટનમાં ઇવી વૉલ ડ્રાઇવ વિસ્તારમાં એક નાગરિકે લગભગ રાત્રે આઠ વાગ્યે તેના પાડોશીના ઘરમાં ગળામાં પટ્ટો પહેરેલો એક વાઘ ફરી રહેલો જોયો હતો.

બેન્ગાલ ટાઇગર

અમેરિકાના ટેક્સસના હ્યુસ્ટનમાં ઇવી વૉલ ડ્રાઇવ વિસ્તારમાં એક નાગરિકે લગભગ રાત્રે આઠ વાગ્યે તેના પાડોશીના ઘરમાં ગળામાં પટ્ટો પહેરેલો એક વાઘ ફરી રહેલો જોયો હતો. ૫૪ સેકન્ડનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. હ્યુસ્ટનની પોલીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેમનો ઍનિમલ ક્રુઅલ્ટી એકમ હાલમાં આ ઘટનાની તપાસ કરી રહ્યો  છે. વિડિયોમાં વાઘનો માલિક તેને ઘરની અંદર તેના વાહનમાં લઈ જતો જોઈ શકાય છે. વિડિયોમાં પાડેશી વાઘ સામે બંદૂક તાકીને તેના કૅરટેકરને વાઘને ઘરની અંદર લઈ જવા માટે ચિલ્લાઈ રહ્યો છે. હ્યુસ્ટન પોલીસના પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે પોલીસને ચકમો આપીને વાઘનો કૅરટેકર તેને સફેદ જીપમાં લઈને પલાયન થઈ ગયો હતો.

જોકે સોમવારે વાઘના કૅરટેકર તરીકે ઓળખાયેલા ૨૮ વર્ષના વિક્ટર ક્યુએવાસની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસે અનેક જંગલી પ્રાણીઓ હોવાનું મનાય છે. હ્યુસ્ટનમાં વિદેશી જંગલી પ્રાણીઓને પાળવાનું લાઇસન્સ ન ધરાવનારાઓને  વાઘને પાળવાની પરવાનગી નથી. પોલીસ હજી વાઘને શોધી રહી છે.

offbeat news hatke news texas united states of america