બાલ્કની તૂટતાં ડઝનબંધ લોકો ખડક પર પડ્યા છતાં બચી ગયા

13 May, 2021 10:53 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

બાલ્કની પર હદ બહાર વજન આવી પડ્યું એટલે એ નીચે ખડક પર તૂટી પડી હતી. આશ્ચર્યજનક બાબત એવી હતી કે જાનહાનિ થઈ નહોતી.

બાલ્કની પર હદ બહાર વજન આવી પડ્યું એટલે એ નીચે ખડક પર તૂટી પડી હતી

તાજેતરમાં અમેરિકાના કૅલિફૉર્નિયાના મલિબુના એક મકાનના પહેલા કે બીજા માળ જેટલી ઊંચાઈ પરના ઘરમાં પાર્ટી ચાલતી હતી. દરિયાકિનારાની નજીકની આ બાલ્કનીમાં પંદરેક જેટલા મહેમાનો વાતો અને મોજમસ્તી કરતાં-કરતાં બાલ્કનીમાં પહોંચ્યા. બાલ્કની પર હદ બહાર વજન આવી પડ્યું એટલે એ નીચે ખડક પર તૂટી પડી હતી. આશ્ચર્યજનક બાબત એવી હતી કે જાનહાનિ થઈ નહોતી. થોડાક લોકોને ઈજા થઈ હતી અને બે જણને હૉસ્પિટલમાં સારવાર આપવાની જરૂર પડી હતી. ૮ મેએ બનેલી આ ઘટનાનું સીસીટીવી ફુટેજ પોલીસ સ્ટેશન ઉપરાંત ટ્વિટર જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ પહોંચ્યું હતું. ટ્વિટર પર આ ઘટનાનો વિડિયો જોઇને કમેન્ટ્સમાં કેટલાક લોકોએ એવો સવાલ પણ પૂછ્યો હતો કે કોરોના રોગચાળાના માહોલમાં નાનકડી બાલ્કનીમાં પંદર જણ ભેગા શા માટે થયા? ભાડાના ઘરમાં શનિવારે યોજાયેલી જુવાનિયાઓની વીક-એન્ડ પાર્ટીમાં છ જણ આવવાની અપેક્ષા હતી, પરંતુ પંદર જણ ભેગા થઈ ગયા હતા. એક અહેવાલ પ્રમાણે ઘરમાં ૩૦ જણ ભેગા થયા હતા.

offbeat news hatke news california