આ ભાઈના શરીરનો 99 ટકા ભાગ ટૅટૂમય છે

25 February, 2020 07:37 AM IST  |  Australia

આ ભાઈના શરીરનો 99 ટકા ભાગ ટૅટૂમય છે

ટૅટૂમય

ઑસ્ટ્રેલિયાના ૪૩ વર્ષના બ્રેટ ક્રૉસને ટૅટૂથી પ્રેમ થઈ ગયો છે. બ્રેટ ક્રૉસે ૨૪ વર્ષની વયે સૌપ્રથમ તેની પીઠ પર પત્નીના નામનું ટૅટૂ કરાવ્યું હતું. ત્યાર પછી ત્રણ બાળકોના પિતા બ્રેટ ક્રૉસને ટૅટૂનું એવું ઘેલું લાગ્યું કે પહેલા ટૅટૂ પછી તરત જ તેણે શરીરના મોટા ભાગના હિસ્સામાં ટૅટૂ ચિતરાવ્યાં. તેણે પોતાના ચહેરા અને માથા પર પણ ટૅટૂ ચિતરાવ્યાં. આમ લગભગ ૭૫૦ કલાક જેટલા સમયમાં તેના શરીરના લગભગ ૯૯ ટકા હિસ્સામાં ટૅટૂ ચિતરાવ્યાં.

શરૂમાં બ્રેટ ક્રૉસની પત્નીએ કપડાની અંદર શરીરના જે ભાગ ઢંકાય ત્યાં જ ટૅટૂ કરાવવાની અનુમતી આપી, પણ થોડા સમય બાદ પગ પર પણ ટૅટ‍ૂ કરાવવાની મંજૂરી આપી દીધી. પગ પર ટૅટૂ ચિતરાવવામાં તેને કુલ છ સેશનમાં ૧૫૦ કલાકનો સમય લાગ્યો હતો.

બ્રેટ ક્રૉસની ઑફિસમાં પણ તેના ટૅટૂ સામે કોઈને ખાસ વાંધો નહોતો અને તે તેના પુત્રને સ્કૂલમાં મૂકવા-લેવા જતો ત્યાં પણ કોઈએ તેને અજાયબભરી નજરોથી તાક્યું નથી. માથા અને ચહેરા પર ટૅટૂ કરાવવામાં તેની પત્નીએ વિરોધ કર્યો, પણ પછી તેણે સંમતિ આપી દીધી હતી.

બ્રેટના દીકરાને નાનપણમાં ટૅટૂ પ્રત્યે વિશેષ આકર્ષણ નહોતું, પણ હવે તેના આખા હાથ પર ટૅટૂ છે. જોકે તેની દીકરીને ટૅટૂમાં હજી સુધી વિશેષ રુચિ નથી

australia offbeat news hatke news