સિક્કો ગળાઈ ગયો હોવાથી 12 વર્ષ સુધી આ બહેન મૂંગા થઈ ગયેલાં

18 July, 2019 09:23 AM IST  |  ઑસ્ટ્રેલિયા

સિક્કો ગળાઈ ગયો હોવાથી 12 વર્ષ સુધી આ બહેન મૂંગા થઈ ગયેલાં

12 વર્ષ સુધી આ બહેન મૂંગા થઈ ગયેલાં

ઑસ્ટ્રેલિયાના વોલોન્ગોન્ગ શહેરમાં રહેતી મારી મૅકક્રેડી નામની મહિલાના જીવનમાં અજીબોગરીબ ટર્નિંગપૉઇંન્ટ્સ આવ્યા છે. તે જસ્ટ ૧૩ વર્ષની હતી ત્યારે અચાનક જ તેની બોલવાની ક્ષમતા જતી રહી. યસ, તે સાવ નૉર્મલ હતી અને એક દિવસ અચાનક જ તેનો અવાજ બંધ થઈ ગયો. આ પહેલાં તેને બ્રોન્કાઇટિસ થયો હતો એટલે ડૉક્ટરે ધારી લીધું કે આ રોગની આડઅસર રૂપે તેનો અવાજ જતો રહ્યો છે. આ સ્થિતિ ૧૨ વર્ષ સુધી રહી. બાર વર્ષ સુધી તે મૂંગી રહી. જોકે ૨૫ વર્ષની થઈ ત્યારે ફરી ચમત્કાર થયો. અચાનક તેને બેવડ વળી જવાય એટલી ઉધરસ ચડી. ખાંસીને કારણે તેના લોહીના ગળફા પડવા લાગ્યા. અચાનક જાણે જીવ જતો રહેશે એવી પીડા સાથે તેના ગળામાંથી માંસનો લોચો પણ ખાંસીવાટે નીકળ્યો. જ્યારે એ લોચાને પાણીથી સાફ કર્યો તો એ સિક્કો નીકળ્યો જેની આસપાસ મ્યુકસ અને લોહીનું જાડું થર જમા થઈ ગયેલું.

આ પણ વાંચો : આ છે દુનિયાની સૌથી મોટી ગાડી, તેના પર થઈ શકે હેલિકોપ્ટર લેન્ડ

નવાઈની વાત એ છે કે હાલમાં ૪૮ વર્ષનાં મારીએ પોતાનાં એ બાર વર્ષની પોતાની અવાજહીન અવસ્થામાં વૉઇસલેસ હોવું એટલે શું એના પર આખી બુક લખી નાખી છે. અવાજ પાછો મેળવ્યા પછીની તેની ફીલિંગ્સ શું છે એ પણ પુસ્તકમાં લખી છે. 

australia offbeat news hatke news