દીકરાના લંચ-બૉક્સની ટીકા કરતી ટીચરને મમ્મીએ ચિઠ્ઠીમાં આવો જવાબ આપ્યો...

24 February, 2020 07:44 AM IST  |  Australia

દીકરાના લંચ-બૉક્સની ટીકા કરતી ટીચરને મમ્મીએ ચિઠ્ઠીમાં આવો જવાબ આપ્યો...

લંચ-બૉક્સ

ઑસ્ટ્રેલિયાના એક ઑટિસ્ટિક બાળકને તેની મમ્મી સ્કૂલના લન્ચ-બૉક્સમાં જે ખાદ્ય પદાર્થો-વાનગીઓ ભરીને આપતી હતી એનાથી સ્કૂલ -ટીચર નારાજ હતી. ટીચર વારંવાર લન્ચમાં બિનઆરોગ્યપ્રદ પદાર્થો આપતી હોવાનું કહીને એ ઑટિસ્ટિક બાળકની મમ્મીની ટીકા કરતી હતી. મમ્મી તેના દીકરાના લન્ચ-બૉક્સમાં પૉપકૉર્ન, સ્વીટ કૉર્ન, કરકરા પદાર્થ, પાતળાં ગળપણ વગરનાં બિસ્કિટ્સ અને સફરજન જેવી વસ્તુઓ ભરીને આપતી હતી અને ટીચર તેને વારંવાર અનહેલ્ધી લન્ચના મહેણાં-ટોણાં મારતી હતી. મમ્મી જવાબમાં કહેવા ઇચ્છતી હતી કે હું તેની મા હોવાથી તેને કેવું ખાવાનું અનુકૂળ છે એ હું જાણું છું.

આ પણ વાંચો : જન્મતાની સાથે જ આ બાળકીએ ડૉક્ટર સામે ભવાં ચડાવ્યાં

એક દિવસ મમ્મીએ ચિઠ્ઠી લખીને લન્ચ-બૉક્સમાં મૂકી દીધી. ચિઠ્ઠીમાં લખ્યું કે ‘મારું લન્ચ-બૉક્સ હેલ્ધી નહીં હોય, પરંતુ હું આ જ ખાઈશ. પ્લીઝ, થોડી ધીરજ રાખજો, કારણ કે હું હજી મારો સ્વાદ કેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.’

બાળક ઑટિસ્ટિક છે અને પોતાના મૂડ અને સેન્સરી ઇશ્યુઝ સાથે ડીલ કરી રહ્યો છે એ જાણીને તેની ટીચરનું પણ દિલ પીગળી ગયું. તેણે લંચ-બૉક્સ સાથે ચિઠ્ઠીન‌ી તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને અનેક લોકોએ પેલા બાળકને સપોર્ટ કર્યો હતો.

australia offbeat news hatke news